બિહારમાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા વિવાદમાં, સુરક્ષાકર્મીઓ બાઈકો પરત ના આપ્યા

પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ રાજકારણ ગરમાયું છે. જેમાં સત્તા મેળવવા માટે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ અત્યારથી એડીચોટીનું જોર લગાવવાની શરુઆત કરી છે. આ દરમિયાન રાહુલ ગાંધીના નેતુત્વના રાજ્યમાં વોટર
અધિકાર યાત્રા ચાલી રહી છે. આ વોટર અધિકાર યાત્રાને મુદ્દે નવો વિવાદ પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધીના સુરક્ષા કર્મીઓએ યાત્રા દરમિયાન અનેક લોકો પાસેથી બાઈક લીધી હતી.જે બાઈક તેમને પરત આપવામાં નથી આવી. જયારે અમુક બાઈકો રસ્તામાં પડેલી જોવા મળી હતી. સુરક્ષા કર્મીઓએ લોકોને બાઈક પરત ન આપી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
રાહુલ ગાંધીની બુલેટ યાત્રા દરભંગાથી નીકળી હતી
જેમાં 27 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીની બુલેટ યાત્રા દરભંગાથી નીકળી હતી. આ દરમિયાન સુરક્ષા કારણોસર અનેક લોકો પાસેથી બાઈક લીધી હતી. તેમજ યાત્રા બાદ બાઈક તેમને પરત આપવામાં નથી આવી. તેમજ લોકોની બાઈક
રસ્તામાં પડેલી જોવા મળી છે.
બાઈક માલિકો પરેશાન
જોકે, આ ઘટના બાદ બાઈક માલિકો પરેશાન છે. તેમજ તેમણે સુરક્ષાકર્મીઓ અને કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી રહ્યા છે. તેમ છતાં તેમની બાઈક હજુ નથી મળી. તેમજ આ બાઈક ક્યારે પરત મળશે તે અંગે કોઈ માહિતી નથી.
ભાજપને બિહારની ચૂંટણી ચોરી નહી કરવા દે
ઉલ્લેખનીય છે કે, શનિવારે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે ‘વોટર અધિકાર યાત્રા’ ના રૂપમાં ક્રાંતિની બિહારથી શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીએ ભોજપુરમાં આયોજિત એક સભામાં એવો પણ દાવો કર્યો હતો કે તે ભાજપને બિહારની ચૂંટણી ચોરી નહી કરવા દે. તેમણે કહ્યું કે બિહારના કરોડો યુવાનોએ બંધારણ બચાવવા માટે યાત્રામાં પોતાનું યોગદાન આપ્યું છે.
આ પણ વાંચો…રાહુલ ગાંધીની યાત્રામાં સુરક્ષામાં થઈ મોટી ચૂક, વાયરલ વીડિયોમાં યુવકે શું કર્યું?