બિહારના પૂર્ણિયામાં વંદે ભારત ટ્રેન અકસ્માતમાં ચાર લોકોના મોત | મુંબઈ સમાચાર
નેશનલ

બિહારના પૂર્ણિયામાં વંદે ભારત ટ્રેન અકસ્માતમાં ચાર લોકોના મોત

પૂર્ણિયા : બિહારના પૂર્ણિયામાં વંદે ભારત ટ્રેનની ચપેટમાં આવતા ચાર લોકોના મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. જેમાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રેલવે પોલીસે લાશનો કબજો લઈને આ ઘટના અંગે તપાસ શરુ કરી છે. આ દુર્ઘટના ગુમટી સાથે ઘટી હતી. જયારે મૃતકોમાં તમામ 18 થી 25 વર્ષ વચ્ચેના હતા. આ લોકો દશેરાના મેળામાંથી પરત આવી રહ્યા હતા.

અકસ્માત કોની બેદરકારી થઈ તે અંગે તપાસ

આ અંગે મળતી માહિતી મુજબ વંદે ભારત ટ્રેન સવારે જોગબની પાટલીપુત્ર જઈ રહી હતી. ત્યારે આ ટ્રેન ગુમટી પાસે સવારે 5 વાગ્યે પહોંચી હતી. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જોકે, અકસ્માત કેમ થયો તે અંગે કોઈ માહિતી સાંપડી નથી. આ અકસ્માત કોની બેદરકારી થઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

વંદે ભારત એક્સપ્રેસ એક હાઇ-સ્પીડ ટ્રેન

જોકે, આ દુર્ઘટનાની તપાસ બાદ અકસ્માતનું કારણ જાણી શકાશે રેલવે અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ઉલ્લેખનીય છે કે, જોગબની અને પાટલીપુત્ર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ એક હાઇ-સ્પીડ ટ્રેન છે. તેની સ્પીડ 130 કિમી પ્રતિ કલાક છે. તેથી જ્યારે પણ આ ટ્રેન પસાર થાય છે ત્યારે સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

આ પણ વાંચો…મુમ્બ્રા લોકલ ટ્રેન અકસ્માત: એક ‘બેગ’ બની પાંચ લોકોના જીવનું કારણ? તપાસ સમિતિનો ચોંકાવનારો ખુલાસો…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button