નેશનલ

લાલુ પ્રસાદના પરિવારમાં મોટો વિવાદ: રોહિણી પછી વધુ ત્રણ દીકરીએ પટના આવાસ છોડ્યું

પટણાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ હવે લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં વિવાદ પ્રકાશમાં આવી રહ્યાં છે. લાલુ પરિવાર હવે વિખેરાઈ રહ્યો છે. પહેલા તેજપ્રતાપ યાદવને લાલુ પરિવારે ઘરમાંથી બહાર કાઢ્યો હતો. બાદમાં રોહિણી આચાર્ચે પણ એક્સ પર પોસ્ટ કરીને પરિવાર છોડ્યાની વાત જણાવી હતી.

ગઈ કાલે લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યે પરિવાર સાથે સંબંધ તોડી દીધો હોવાની જાહેરાત કરી હતી. બિહાર વિધાનસભા ચૂંટણીની હાર લાલુ પરિવાર પચાવી શક્યો નથી તેવું સૂત્રો જણાવી રહ્યાં છે

આપણ વાચો: લાલુના પરિવારમાં ડખો કરાવનારા રમીઝ ખાન કોણ છે ? સંજય યાદવ પણ ચર્ચામાં

લાલુ પ્રસાદની દીકરીઓએ પરિવાર છોડી દીધો?

સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, લાલુ પ્રસાદની દીકરીઓએ પરિવાર છોડી દીધો છે. રોહિણી આચાર્ય બાદ વધુ ત્રણ દીકરીઓએ પણ પટના આવાસ છોડી દીધી છે, અને દિલ્હી જવા માટે રવાના થઈ ગઈ છે. લાલુ યાદવની પુત્રીઓ રાગિણી, ચંદા અને રાજલક્ષ્મી તેમના બાળકો સાથે દિલ્હી જવા રવાના થઈ ગઈ છે.

આ પહેલા ગઈકાલે રોહિણી આચાર્યએ તેજસ્વી યાદવ પર ગંભીર આરોપો લગાવ્યા અને પરિવારથી અલગ થવાની જાહેરાત કરી હતી. તેવામાં હવે બીજી ત્રણ દીકરીઓએ આ પગલું ભર્યું છે. જેથી એવું સાબિત થયું છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં થયેલી હારના કારણે લાલુ પરિવાર વિખેરાયો છે.

આપણ વાચો: ‘મને ચપ્પલથી મારવામાં આવી…’ લાલુ પરિવાર છોડ્યા બાદ રોહિણીના ગંભીર આરોપ

રાબડી દેવીના પટના આવાસ હવે ખાલી

પટનામાં આવેલ રાબડી દેવીની પટના આવાસ ઘણાં લાંબા સમયથી લાલુ પરિવારની ઓળખ રહી છે પરંતુ હવે આ આવાસ ખાલી રહી છે. પરિવારિક ઝઘડો છે, રાજકીય મતભેદ છે કે પછી શું છે તેના કારણે આ પરિવાર એકાએક વિખેરાઈ રહ્યો છે. તે એક મોટો પ્રશ્ન છે. લાલુ પ્રસાદની દીકરીએ તેજસ્વી યાદવ પર અનેક પ્રકારના આક્ષેપો લગાવ્યાં છે.

આ સાથે હવે પટના આવાસ પણ છોડીને દિલ્હી જવું એ પણ એક મોટો ચર્ચાનો વિષય છે. એકબાજૂ લાલુ પરિવારને ચૂંટણી હાર્યાનું દુઃખ છે તેવામાં હવે લાલુ યાદવની દીકરીઓ પણ પરિવારને છોડી રહી છે. જેથી અત્યારે રાબડી દેવીના પરિવારમાં મોટી ધમાસાણ ચાલી રહી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button