પટના એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી, પાયલોટની સમય સુચકતાથી 173 મુસાફરોના જીવ બચ્યા

પટના : અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન ક્રેશ બાદ એવિએશન ઉદ્યોગની ચિંતામાં સતત વધારો થયો છે. જેમાં ડીજીસીએ દ્વારા સુરક્ષિત એર ઓપરેશન માટે સતત નવી નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બિહારની રાજધાની પટનામાં મંગળવારે સાંજે એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. વિમાનના પાયલોટની સમય સુચકતાના લીધે 173 મુસાફરોના જીવ બચ્યા છે.
પાયલોટની સમય સુચકતાથી દુર્ઘટના ટળી
આ અંગે મળતી માહિતી મુજબ દિલ્હીથી પટના આવેલી ઈન્ડીગોની ફ્લાઈટ રનવે ને ટચ કરતા લેન્ડીગના નક્કી કરેલા ટચ પોઈન્ટથી આગળ નીકળી ગઈ હતી. જેના લીધે મોટી દુર્ઘટના સર્જાઈ હોત પરંતુ પાયલોટની સમય સુચકતાથી દુર્ઘટના ટળી હતી અને મુસાફરોના જીવ બચ્યા હતા.
હવામાં બે ત્રણ ચકકર લગાવ્યા હતા
આ સમગ્ર ઘટના મુજબ દિલ્હીથી પટના આવેલી ઈન્ડીગોની ફ્લાઈટ 6E 2482 રનવે ને ટચ કરતા લેન્ડીગના નક્કી કરેલા ટચ પોઈન્ટથી આગળ નીકળી ગઈ હતી. ત્યારે પાયલોટને લાગ્યું કે બાકી રહેલા રન વેની લંબાઈમાં તે વિમાનને
સુરક્ષિત રીતે રોકી શક્શે નહી. જેના લીધે પાયલોટ તરત જ નિર્ણય લઈને વિમાનને ફરી ઉડાવી દીધું હતું અને હવામાં બે ત્રણ ચકકર લગાવ્યા હતા. તેની બાદ રાત્રે નવ વાગે તેનું સુરક્ષિત લેન્ડીંગ કરાવ્યું હતું. આ વિમાનમાં 173 મુસાફરો સવાર હતા.
પટના એરપોર્ટ એર ઓપરેશન માટે અપેક્ષા કરતા નાનું
ઉલ્લેખનીય છે કે, બિહારનું પટના એરપોર્ટ એર ઓપરેશન માટે અપેક્ષા કરતા નાનું છે. જેના લીધે રન વે પર વિમાનની સ્પીડ નિયંત્રિત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે, એરપોર્ટ આસપાસની જમીન લઈને તેને વિકસિત કરવાની યોજના પર પણ વિચારણા ચાલી રહી છે.