બિહારમાં લાલુ યાદવના બે દીકરા સામસામે, તેજપ્રતાપના મોરચામાં ક્યા 5 પક્ષ જોડાયા ? | મુંબઈ સમાચાર

બિહારમાં લાલુ યાદવના બે દીકરા સામસામે, તેજપ્રતાપના મોરચામાં ક્યા 5 પક્ષ જોડાયા ?

પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાવા લાગ્યું છે. જેમાં બિહારના પૂર્વ સીએમ લાલુપ્રસાદ યાદવના બે પુત્રો સામ સામે ટકરાશે. તેજ પ્રતાપ યાદવને પરિવાર અને પક્ષમાંથી દુર કર્યા બાદ તેમણે નવો રાજકીય મંચ બનાવ્યો છે. જેમાં તેજ પ્રતાપ યાદવે એનડીએ અને તેજસ્વી યાદવના ગઠબંધન વિરુદ્ધ મોરચો માંડવા માટે પાંચ સ્થાનિક પક્ષો સાથે જોડાયા છે.

તેજ પ્રતાપ યાદવે જાહેરાત કરી

લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે આ અંગે જાહેરાત કરી હતી. તેજ પ્રતાપ યાદવે વિકાસ વંચિત ઇન્સાન પાર્ટી, ભોજપુરિયા જન મોરચા, પ્રગતિશીલ જનતા પાર્ટી, વાજિબ અધિકાર પાર્ટી અને સંયુક્ત કિસાન પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે. તેજ પ્રતાપ યાદવને આરજેડીમાંથી સસ્પેન્ડ કર્યા બાદ તેમણે નવી પાર્ટીની રચના નથી કરી. પરંતુ નવા ગઠબંધનની રચના કરી છે. પરંતુ તેમણે જે પક્ષોએ આમાં સામેલ કર્યા છે તેનો જનાધાર સીમિત છે.

નવો રાજકીય મંચ બનાવવામાં આવ્યો

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ” ટીમ તેજ પ્રતાપ” ના નામથી એક નવો રાજકીય મંચ બનાવવામાં આવ્યો છે. જેમાં પાંચ પાર્ટી ,વિકાસ વંચિત ઇન્સાન પાર્ટી, ભોજપુરિયા જન મોરચા, પ્રગતિશીલ જનતા પાર્ટી, વાજિબ અધિકાર પાર્ટી અને સંયુક્ત કિસાન પાર્ટી સાથે ચૂંટણી લડશે. ત્યારે આવો જાણીએ આ પાંચ પાર્ટીના જનાધાર અંગે.

વીવીઆઈપી પાર્ટીની કમાન હેલિકોપ્ટર બાબા પાસે

ટીમ તેજ પ્રતાપમાં સામેલ થનારી સૌથી મોટી પાર્ટી વીવીઆઈપી છે. જેના પ્રમુખ પ્રદીપ નિષાદ છે. પ્રદીપ નિષાદને લોકો હેલિકોપ્ટર બાબાના નામથી પણ ઓળખે છે. પ્રદીપ નિષાદ ઉત્તર પ્રદેશના મિર્જાપુરના વતની છે અને મુકેશ સહનીના નજીક માનવામાં આવે છે. પ્રદીપ નિષાદ મલ્લાહ સમુદાયમાંથી આવે છે. વર્ષ 2017 થી 2021 સુધી યુપીમાં વીઆઈપી પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતા. પરંતુ તેમણે હાલમાં જ મુકેશ સહની સાથે વિદ્રોહ કરીને પોતાની પાર્ટી બનાવી
છે. તેમણે તેજ પ્રતાપ યાદવને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

ભોજપુરિયા જન મોરચાના અધ્યક્ષ ભરતસિંહ

જયારે આ નવા ગઠબંધનમાં સામેલ ભોજપુરિયા જન મોરચાના અધ્યક્ષ ભરતસિંહ છે. ભોજપુર રાજ્ય બનાવવાના ઉદ્દેશથી શરુ થયેલું આ સંગઠન વર્ષ 2023માં રાજકીય દળમાં પરિવર્તિત થયું છે. ત્યારે તે હવે તેજ પ્રતાપ યાદવ સાથે
મળીને ચૂંટણીમાં ઝંપલાવશે. જયારે અન્ય એક દળ પ્રગતિશીલ જનતા પાર્ટીની કમાન મનોરંજન કુમાર શ્રી વાસ્તવના હાથમાં છે. જે વ્યવસાયે વકીલ છે અને છપરા જીલ્લાના વતની છે.

તેજ પ્રતાપ યાદવ મહુઆ બેઠક પરથી ચૂંટણી લડશે

જયારે તેજ પ્રતાપના ગઠબંધનની અન્ય એક પક્ષ વાજિબ અધિકાર પાર્ટીની કમાન વિદ્યાનંદ રામ પાસે છે. જેમણે નીતીશ કુમારનો સાથ છોડીને પોતાની પાર્ટી બનાવી છે. તેવી જ રીતે અન્ય એક પક્ષ સંયુક્ત કિસાન વિકાસ છે. જે ખેડૂતોના મુદ્દે બનેલું સંગઠન છે જે પાછળની રાજકીય પાર્ટીમાં તબદીલ થયું છે. જયારે તેજ પ્રતાપ યાદવે પોતાની પાર્ટી નથી બનાવી અને આ મોરચા હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેજ પ્રતાપ યાદવ મહુઆ બેઠક પરથી ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે, આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે મે માસમાં પોતાના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવનો અનુષ્કા યાદવ
સાથેની તસવીર વાયરલ થયા બાદ પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.

આપણ વાંચો:  ઉત્તરકાશીના ધારાલી ગામમાં 200 લોકો ફસાયેલા, સેના જવાનો બનાવી રહ્યા છે રસ્તો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button