નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Bihar Jan Vishwas Rally: PM મોદી પર કોંગ્રેસ અધ્યક્ષે કર્યા આકરા પ્રહાર, મોદી છે…

પટણા: બિહારના પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં RJDએ જન વિશ્વાસ રેલી (Jan Vishwas Rally) નું આયોજન કર્યું છે. આ રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) નેતા સીતારામ યેચુરી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે (lalu prasad yadav) ભાગ લીધો હતો.

આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, “આજે PM મોદી દેશને બરબાદ કરવામાં લાગેલા છે. હવે PM મોદી ભાજપની ગેરંટી નથી કહેતા, તેમની સરકારની ગેરંટી નથી કહેતા, હવે તેઓ મોદીની ગેરંટી કહે છે, પરંતુ તેમની બધી ગેરંટી ફેલ થઈ છે. એટલે કે મોદીજી જૂઠ્ઠાઓના સરદાર છે.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું, “2014માં તેમણે (પીએમ મોદીએ) કહ્યું હતું કે આ દેશના યુવાનોને દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવામાં આવશે, શું તેમણે આમ કર્યું? તેમણે એમ પણ કહ્યું કે બધા માટે કાયમી ઘર બનાવવામાં આવશે. હવે હું તમને ફરીથી પૂછું છું કે, શું તેમણે આ કર્યું? તેમની અને તેમની પાર્ટીની ગેરંટી માત્ર આ દેશના લોકોને છેતરવાની છે.”

આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ RJD નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું, તેજસ્વી યાદવે જે કહ્યું હતું તે કર્યું છે. INDIA એલાયન્સના લોકો જે કહે છે તે કરે છે. PM મોદી દેશના લોકતંત્રને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે. પીએમ મોદી અમને ED, CBI સાથે ડરાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ અમે ડરતા નથી.

મલ્લિકાર્જુન ખડગેએ CM નીતિશ કુમાર પર કટાક્ષ કરતા કહ્યું, “તેજશ્વીના કાકા (નીતીશ કુમાર) કહે છે કે હું થોડા દિવસ માટે તમારાથી (PM મોદીથી) અલગ થયો હતો, પરંતુ હું હવે તમારી સાથે જ રહીશ. હવે નીતીશ કુમાર તેમના ચરણોમાં જઈને બેસી ગયા છે. હવે હું તેજસ્વી યાદવને કહીશ કે હવે તેને ક્યારેય પોતાની સાથે ન લે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button