નેશનલ

બિહાર ચૂંટણીઃ અમદાવાદમાં વસેલા બિહારીએ કહી આ વાત

અમદાવાદઃ બિહાર વિધાનસભાની ચૂંટણીનું આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. રાજ્યમાં અનેક બિહારીઓ આવીને વસ્યા છે. આ દરમિયાન અમદાવાદના ઓઢવમાં એક મેટલ ફેક્ટરીના માલિક અને ત્યાં કામ કરતા કર્મચારીઓએ જણાવ્યું, રોજગારી માટે તેમણે બિહાર છોડ્યું હતું.

આ ફેક્ટરીના માલિક બિહારના રહેવાસી છે અને ત્યાં કામ કરતાં મોટાભાગના લોકો બિહારી છે. ફેક્ટરીમાં કામ કરતી મહિલાના કહેવા પ્રમાણે, તેમના ગામમાં મહિલાઓને રોજગારી મળતી નહોતી. 400 રૂપિયાથી વધારે મજૂરી મળવી મુશ્કેલ હતી. પરિવારમાં એક વ્યક્તિની કમાણીથી ઘર ચાલી શકે તેમ નહોતું. તેથી બિહાર છોડીને ગુજરાત આવ્યા. કેટલાક લોકો મતદાન માટે બિહાર ગયા છે પરંતુ અનેક લોકો મજબૂરીમાં મત નહીં આપી શકે.

ફેક્ટરી માલિકના કહેવા પ્રમાણે, તેના પિતા 1994માં બિહારથી અમદાવાદ આવ્યા હતા. તે સમયે બિહારમાં કાયદા-કાનૂનની સ્થિતિ કથળી હતી. અમદાવાદમાં બિઝનેસની વધારે તક હતી. જે તેમણે સ્વીકારી લીધી હતી.

આજે તેમની ફેક્ટરી ગુજરાતની સાથે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને બિહાર સુધી માલ મોકલે છે. હવે તેઓ બિહારમાં પણ ફેક્ટરી ખોલવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યું, જે સફળતા અહીં મળી તે બિહારમાં ન મળી હોત. પરંતુ હાલ ધીમે ધીમે સ્થિતિ બદલાઈ રહી છે.

પ્રથમ તબક્કામાં 121 બેઠકો માટે મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે યોજાશે. 18 જિલ્લાઓમાં 121 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાં 102 સામાન્ય અને 19 અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 121 બેઠકો માટે કુલ 37,513,302 મતદારોના નામ મતદાન યાદીમાં છે. 6 નવેમ્બરના રોજ 1,314 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થશે. પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા1314 ઉમેદવારોમાંથી 122 મહિલાઓ અને 1192 પુરુષો છે. પ્રથમ તબક્કાના મતદાન માટે રાજ્યભરમાં કૂલ 45341 બૂથ ઉભા કરવામાં આવ્યા છે.

આપણ વાંચો:  અમદાવાદમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા બાદ લાશ ઘરમાં દાટી દીધી…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button