નેશનલ

બિહારમાં ચૂંટણી પહેલાં નીતીશ કુમારનો મોટો નિર્ણય: મહિલાઓને સરકારી નોકરીમાં 35 ટકા અનામતની કરી જાહેરાત

પટણા: બિહારના તમામ રાજકીય પક્ષ એક તરફ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. નીતીશ કુમારે મહિલાઓને સરકારી નોકરીમાં 35 ટકા અનામત આપવાની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા છે, જ્યારે તેમની આ જાહેરાતની અસર વોટ બેંક પર પણ પડી શકે છે.

તમામ પ્રકારની સરકારી નોકરીમાં મળશે અનામત

પટણા ખાતે મુખ્ય પ્રધાન નીતીશ કુમારની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં મહિલાઓ માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. નીતીશ કુમારની એનડીએ (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ) ગઠબંધન હેઠળની સરકાર દ્વારા બિહારની દરેક પ્રકારની સરકારી નોકરીમાં મૂળ બિહારની મહિલાઓ માટે 35 ટકા અનામત બેઠકો ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે.

આપણ વાંચો: બિહારમાં વધુ એક પુલ કૌભાંડ? નીતીશ કુમારે ઉદ્ઘાટન કર્યાના ત્રણ દિવસમાં પુલ પર તિરાડો દેખાઈ

મહિલાઓ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે સીએમ નીતીશ કુમારે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારની તમામ નોકરીઓના તમામ પદની ખાલી જગ્યાઓ માટે બિહારની મૂળ નિવાસી મહિલાઓ માટે 35 ટકા અનામત રહેશે.

” કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ બિહારની વધુમાં વધુ મહિલાઓને બિહારના વહીવટીતંત્રમાં જોડવાનો છે. જોકે, આ અગાઉ બિહારમાં અન્ય રાજ્યની મહિલાઓને પણ સરકારી નોકરીમાં અનામત બેઠકો હતી.

આપણ વાંચો: જણ ગણ મન વખતે નીતીશ કુમારે આ શું કર્યું કે વીડિયો થયો વાઇરલ…

યુવાનો માટે રચાશે ‘બિહાર યુવા આયોગ’

બિહારની મહિલાઓને અનામત આપવાની સાથોસાથ કેબિનેટ બેઠકમાં યુવાનો માટે પણ ‘બિહાર યુવા આયોગ’ની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. આ આયોગની રચનાનો ઉદ્દેશ્ય બિહારના યુવાનોને આત્મનિર્ભર, કુશળ અને રોજગારલક્ષી બનાવી તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો છે.

મહિલાઓને સક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી નિર્ણય લીધો

નીતીશ કુમારે એેક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે મને જણાવતા ઘણો આનંદ થાય છે કે, બિહારના યુવાનોને મહત્તમ રોજગારની તકો પૂરી પાડવા, તેમને તાલીમ આપવા અને તેમને સશક્ત અને સક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે બિહાર યુવા આયોગની રચના કરવાનો નિર્ણય લીધો છે અને આજે કેબિનેટ તરફથી બિહાર યુવા આયોગની રચનાને મંજૂરી પણ આપી દીધી છે.”

આપણ વાંચો: નીતીશ કુમારે ભાજપના પૂર્વ સાંસદના ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ, જૂઓ Video

નશાબંધીના કાર્યક્રમ પણ થશે તૈયાર

નીતીશ કુમારે આગળ જણાવ્યું કે, “સમાજમાં યુવાનોની સ્થિતિના સુધાર અને ઉત્થાન સંબંધિત તમામ બાબતો પર સરકારને સલાહ આપવામાં આ આયોગની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. આ આયોગ યુવાનોને વધુ સારું શિક્ષણ અને રોજગાર સુનિશ્ચિત કરવા માટે સરકારી વિભાગો સાથે પણ સંકલન કરશે.

” બિહાર યુવા આયોગ સામાજિક દુષણોને પ્રોત્સાહન આપતા દારૂ અને અન્ય ડ્રગ્સના નિવારણ માટે કાર્યક્રમો પણ તૈયાર કરશે અને તેના માટે સરકારને ભલામણ પણ મોકલશે. ઉલ્લેખનીય છે કે, વર્ષના અંતે બિહારમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે મહિલાઓ અને યુવાનો માટે લેવાયેલા આ નિર્ણયો યુવા મતદાતાઓમાં નીતીશ કુમાર પ્રત્યે સારી છાપ ઊભી કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button