viral video: આ બિહારી બેરોજગાર યુવકનો ફની વીડિયો નેતાઓની પોલ ખોલી નાખે છે

બિહારમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. એનડીએ અને મહાગઠબંધન વચ્ચેની સીધી જંગ સમગ્ર દેશ માટે મહત્વનો મુદ્દો છે. બિહારના 243 મતવિસ્તાર પર બે તબક્કામા મતદાન થશે અને ત્યારબાદ 14મી નવેમ્બરે પરિણામ જાહેર થશે.
હાલમાં તો અહીં રાજકીય પક્ષોની રેલી, એકબીજા પર કિચડ ફેંકવાનું અને જનતાને ફરી મીઠીમટી વાતોથી ભોળવવાનું કામ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે એક બિહારી યુવાનનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. દરેક રાજકીય પક્ષની મોટી મોટી વાતો સામે આ યુવાનનો વીડિયો વાસ્તવિકતા રજૂ કરી રહ્યો છે.
વીડિયોમાં યુવાન ખૂબ જ મસ્તીથી અને પ્રેમથી કહી રહ્યો છે કે અમે બેરોજગાર છીએ. હું અને મારા મિત્રો કોઈપણ પક્ષની રેલીમાં જવા માટે તૈયાર છીએ. ગાડી અને ખાવાપીવાનુ આપવાની જવાબદારી જે તે પક્ષની રહેશે અને સાથે દિવસદીઠ રૂ. 500 આપવાના રહેશે.
આપણ વાચો: બિહારમાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસ રિસિવિંગ મોડમાંઃ આરજેડી બેઠકો આપવાના મૂડમાં નથી
અમે આખો દિવસ ઝંડા લહેરાવીને ઝિંદાબાદ મુર્દાબાદ બોલવા તૈયાર છીએ. vittyvipul નામના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી આ વીડિયો પોસ્ટ થયો છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટિ કરતું નથી.
યુવાનનો આ વીડિયો જલદીથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આને સ્ટાર્ટ અપ કહી રહ્યા છે. પણ આ વીડિયો બે વાત પર ફોક્સ કરે છે. એક તો દેશના દરેક રાજ્યોની જેમ બિહારમાં રોજગારીની અત્યંત કમી અને બીજું રાજકીય પક્ષો અને નેતાઓની આગળપાછળ જે કાફલો દેખાતો હોય છે, તે તેમના સમર્થકો નથી હોતા, પરંતુ આ રીતે ભેગી કરેલી ભીડ હોય છે. ચૂંટણી ટાણે રાજ્યના કે દેશના વિકાસના મોટા મોટા વાયદાઓ કરતા નેતાઓ તેમના વાયદાઓ અનુસાર 50 ટકા પણ કામ કરે તો તેમણે આવી રીતે પૈસા આપી ભીડ એકઠી કરવી પડે નહીં.



