બિહાર બાદ હવે ઝારખંડમાં પણ હવે આરજેડીને ખતરો, જાણો શું કહે છે સમીકરણો…

બિહારમાં મહાગઠબંધન માટે 14 નવેમ્બરનો દિવસ ખૂબ જ ખરાબ સાબિત થયો છે. વિધાનસભા ચૂંટણીમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હોવાની અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. જો કે, મહાગઠબંધનને પડોશી રાજ્ય ઝારખંડમાં થોડી રાહત મળી હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ઝારખંડમાં મહાગઠબંધનનો ભાગ રહેલા જેએમએમએ ઘાટસિલા પેટાચૂંટણીમાં જંગી વિજય મેળવ્યો છે. સામે ભાજપના ઉમેદવારને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
આરજેડીને ઝારખંડમાં પણ નુકસાનનો સામનો કરવો પડ્યો
ઝારખંડમાં મહાગઠબંધનને ફાયદો થયો છે, પરંતુ આરજેડીને નુકસાન થયું છે. બિહારમાં સૌથી વધુ નુકસાન સહન કરનાર આરજેડીને ઝારખંડમાં પણ નુકસાનનો સામનો કરવો પડી શકે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. બિહારમાં ચૂંટણી લડવા માટે એક પણ બેઠક ન મળી હોવાથી જેએમએમ નારાજ છે, અને તેના એકમાત્ર પ્રધાનને પણ ચૂંટણી લડવા ના દેવાઈ હોવાઈ આ વિવાદ સર્જાયો છે. જેના કારણે હવે ઝારખંડમાં પણ આરજેડીને પરાજયનો સામનો કરવો પડી શકે છે.
ઘાટસિલામાં પણ આ જીતનો સિલસિલો ચાલુ રહ્યો
ઝારખંડની વાત કરવામાં આવે તો, હેમંત સોરેનની પાર્ટીનો પક્ષ મજબૂત છે. 2019 માં હેમંત સરકાર સત્તામાં આવી ત્યારથી, તેને એક પણ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો નથી. ઘાટસિલામાં પણ આ જીતનો સિલસિલો ચાલુ રહ્યો છે. ઓગસ્ટમાં તત્કાલીન શિક્ષણ પ્રધાન રામદાસ સોરેનનું નિધન થયું તેના કારણે ઘાટસિલા બેઠક ખાલી પડી હતી. જેથી આ બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં અત્યારે હેમંત સોરેનની પાર્ટીનો વિજય થયો છે.
સોમેશ સોરેનને કુલ 1,04,936 મત મળ્યા હતા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ ચૂંટણીમાં સ્વર્ગસ્થ રામદાસ સોરેનના પુત્ર જેએમએમના ઉમેદવાર સોમેશ ચંદ્ર સોરેન અને ચંપાઈ સોરેનના પુત્ર બાબુલાલ સોરેન વચ્ચે ખૂબ જ જોરદાર મુકાબલો હતો. સોરેને ભાજપના ઉમેદવાર સામે 38,601 મતોના માર્જિનથી પ્રચંડ વિજય મેળવ્યો હતો. સોમેશ સોરેનને કુલ 1,04,936 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર બાબુલાલ સોરેનને 66,335 મત મળ્યા હતા. આ પરિણામે સાબિત કરી દીધું છે કે, ઝારખંડમાં જેએમએમને હરાવું મુશ્કેલ છે.
આ પણ વાંચો…ભાજપે સાથ આપ્યો તો નીતિશ કુમાર બનાવી શકે છે આ વર્લ્ડ રેકોર્ડ, આ પહેલા માત્ર આ વ્યક્તિ જ…



