એફઆઈઆરથી કોણ ડરે છે? ફરિયાદ નોંધાતા તેજસ્વી યાદવે આપ્યો જવાબ, જાણો શું છે મામલો…

પટનાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વિવાદ અને વિરોધ ચાલી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ ભાજપ પર વોટ ચોરીનો આરોપ લગાવી રહ્યાં છે. તેવામાં કેન્દ્ર સરકારે સંસદમાં એક બિલ પેશ કર્યું હતું.
જેમાં કોઈ પીએમ, સીએમ કે પ્રધાનને 30 દિવસથી વધારે જેલની સજા થાય તો તેને પોતાનું પદ છોડવું પડશે. આનો પણ વિપક્ષી સાંસદો વિરોધ કરી રહ્યાં છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી મામલે વિવાદિત પોસ્ટ કરવાના આરોપ પર તેજસ્વી યાદવ સામે ફરિયાદ નોંધાઈ છે.
PM મોદી પર ટિપ્પણી કરવા બદલ તેજસ્વી યાદવ સામે FIR
વિગતે વાત કરવામાં આવે તો, તેજસ્વી યાદવ સામે મહારાષ્ટ્રમાં અને ઉત્તર પ્રદેશમાં એક-એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદો મામલે તેજસ્વી યાદવની પ્રતિક્રિયા પ્રકાશમાં આવી છે. તેજસ્વી યાદવે કહ્યું કે, ‘એફઆઈઆરથી કોણ ડરે છે?’
તેજસ્વી યાદવે પીએમ મોદી પર ટિપ્પણી કરી તો બીજેપીએ કહ્યું કે, ‘પોતાના પિતા પર કેમ કઈ બોલતા નથી’. મૂળ વાત એ છે કે, બિહારમાં ચૂંટમી પહેલા ઘર્ષણ વધી રહ્યું છે. લોકોનો ભરોષો જીતવા માટે એકબીજા પર વાક્ પ્રહારો કરવામાં આવી રહ્યાં છે.
1000 FIR નોંધાઈ જાય તો પણ શું ફરક પડવાનો છે?: કોંગ્રેસ નેતા
તેજસ્વી યાદવે કહ્યું કે, ‘જુમલા’ શબ્દ બોલવો પણ ગુનો બની ગયો છે. તેઓ સત્ય બોલતા ડરે છે. અમે કોઈ FIR થી ડરતા નથી અને અમે સત્ય બોલીએ છીએ. આ લોકો સત્ય સાંભળવા અને બોલવાથી ડરે છે’. તેજસ્વી યાદવ સાથે કોંગ્રેસ નેતા શકીલ અહમદ ખાને કહ્યું કે, ભલે અમારા પર એક હજાર એફઆઈઆર નોંધાઈ જાય! તેનાથી શું ફરક પડવાનો છે?
આ યાત્રા ભાજપના વિચારોથી આઝાદી મેળવવા માટે છે’. આ લડાઈમાં જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરતા શકીલ અહમદ ખાને કહ્યું કે, બિહારમાં અમે વોટ ચોરી નહીં થવા દઈએ! વિપક્ષના અનેક નેતાઓ તેજસ્વી યાદવના સપોર્ટમાં આવી રહ્યાં છે. તો સામે બીજેપી દ્વારા પણ વિપક્ષને ઘેરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો…તેજસ્વી યાદવ પાસે 2 વોટર ID કાર્ડ વિવાદઃ ચૂંટણી પંચની નોટિસથી રાજકારણમાં ગરમાવો