બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવ બનશે મુખ્ય પ્રધાન ચહેરો, કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ ગઢબંધનમાં આપી સહમતી...
Top Newsનેશનલ

બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવ બનશે મુખ્ય પ્રધાન ચહેરો, કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ ગઢબંધનમાં આપી સહમતી…

બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ મહાગઠબંધનથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સૂત્રો અનુસાર, તેજસ્વી યાદવને મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે સ્વીકારવા પર તમામ ગઠબંધનની પાર્ટીઓની સહમતી મળી ચૂકી છે. આજે હોટલ મૌર્યામાં યોજાશેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આની સત્તાવાર જાહેરાત થશે અને ‘ચલો બિહાર.. બદલો બિહાર’ના નારા સાથે RJD ચૂંટણી પ્રચારના મેદાને ઉતર્શે.

મહાગઠબંધનની આ પ્રેસ કોન્ફરન્સથી સીટ વિભાજનના વિવાદનો અંત આવશે અને મુખ્યમંત્રીનો ચહેરો પણ સ્પષ્ટ થશે. કોંગ્રેસ તેજસ્વીના નેતૃત્વને સમર્થન આપીને ગઠબંધનની કમજોરીઓ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. બુધવારની બેઠકોમાં મતભેદો ઘટ્યા છે, જેનાથી કેટલીક જગ્યાએ માત્ર મિત્રતાભરી સ્પર્ધા રહેશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહલોતે બુધવારે લાલુ પ્રસાદ અને તેજસ્વી સાથે લાલુના નિવાસ સ્થાને ચર્ચા કરી હતી, જેમાં બિહાર પ્રભારી કૃષ્ણા અલ્લાવરુ પણ હાજર હતા. કોંગ્રેસ શરૂઆતમાં તેજસ્વીને મુખ્યમંત્રી ઉમેદવાર બનાવવામાં ખચકાઈ રહી હતી, પરંતુ હવે તે આ મુદ્દો છોડી દીધો છે અને ન્યાયી સીટ વિભાજન પર ભાર મૂકી રહી છે.

આ ગતિરોધને કારણે ગઠબંધન દળોએ કેટલીક જગ્યાએ એકબીજા વિરુદ્ધ ઉમેદવારો ઊભા કર્યા હતા. જેમાં આશરે અડધો ડઝન જગ્યાએ કોંગ્રેસ-આરજેડી, ચાર જગ્યાએ ભાકપા-કોંગ્રેસ અને બે જગ્યાએ વિકાસશીલ ઇનસાન પાર્ટી-આરજેડી વચ્ચે ચૂંટણી જંગ જામશે. આ વિવાદ હલ થવાથી ગઠબંધન વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો…બિહાર ચૂંટણીમાં ગુજરાતના કયા 10 આઈએએસને ચૂંટણી નિરીક્ષક તરીકે મુકવામાં આવ્યા, જુઓ લિસ્ટ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button