Top Newsનેશનલ

બિહાર ચૂંટણી: RJDનું 2010 પછીનું સૌથી ખરાબ પ્રદર્શન પણ વોટ શેરમાં મજબૂત પકડ…

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરીના બપોર પછીના વલણો તદ્દન અણધાર્યા અને ચોંકાવનારા રહ્યા છે. સત્તાધારી NDA ગઠબંધન રાજ્યમાં 200થી વધુ બેઠક પર જંગી સરસાઈ મેળવીને ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન RJD (રાષ્ટ્રીય જનતા દળ)ના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનનું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું છે.

પણ આરજેડીનો વોટ શેર મજબૂત

RJDએ 2010 પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન નોંધાવ્યું છે. RJD આ વખતે માત્ર 25 બેઠકો સુધી મર્યાદિત રહેતું હોય તેવું દેખાય છે. RJDએ 2020માં 74 બેઠક જીતી હતી. બેઠકોમાં થઈ રહેલા આ ઘટાડા છતાં RJD માટે રાહતની વાત એ છે કે તેનો વોટ શેર મજબૂત રહ્યો છે. RJDએ કુલ 22.84 ટકા મત મેળવ્યા છે, જે ભાજપ (1.86 ટકા વધુ) અને JDU (3.97 ટકા વધુ) બંને કરતા વધારે છે. RJD એ 243માંથી 143 બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

NDA ગઠબંધનની એકતરફી સરસાઈ

શાસકપક્ષોએ એકતરફી સરસાઈ મેળવી છે, જેમાં ભાજપ 95 બેઠક પર, JDU (નીતીશ કુમાર) 84 બેઠકો પર, LJP (રામવિલાસ) 19 બેઠક પર, HAM (જીતન રામ માંઝી) 5 બેઠક પર તથા રાષ્ટ્રીય લોકમત પાર્ટી (ઉપેન્દ્ર કુશવાહા) 4 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

મહાગઠબંધનને મોટો ઝટકો

ઉલ્લેખનીય છે કે, મહાગઠબંધનના ટોચના નેતાઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ પોતે જ તેમની બેઠક રાઘોપુરથી પાછળ ચાલી રહ્યા છે. મહાગઠબંધનના નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરાયેલા VIP વડા મુકેશ સાહનીની પાર્ટી તો પોતાનું ખાતું જ ખોલી શકી નથી. કોંગ્રેસ માત્ર 1 બેઠક પર અને ડાબેરી પક્ષો 3 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો…બિહાર ચૂંટણીમાં RJDની હારનો ‘વિલન’ કોણ? તેજસ્વી યાદવના ખાસ મિત્ર પર ઉઠ્યા સવાલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button