
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ તમામ 243 સીટના વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે. ભાજપ 86, જેડીયુ 76, આરજેડી 33, લોક જનશક્તિપાર્ટી (રામવિલાસ) 22, કોંગ્રેસ 6, એઆઈએમઆઈએમ 3 સીટ પર આગળ ચાલી રહ્યા છે.
બહુમત માટે કેટલી સીટ જીતવી જરૂરી
243માંથી બહુમત માટે 122 બેઠકો જીતવી જરૂરી છે. આ વખતે લગભગ તમામ એક્ઝિટ પોલમાં NDAને બહુમત મળતું હોવાના દાવા કરાયા છે. આ વખતે, બિહાર વિધાનસભા ચૂંટણીના બે તબક્કામાં 67.10% મતદાન નોંધાયું હતું. આ એક નવો રેકોર્ડ છે, જે 2020 ની વિધાનસભા ચૂંટણી કરતા લગભગ 10% વધુ છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં જનતા દળ યુનાઇટેડ ત્રીજા નંબર પર આવી ગયું હતું. તેને માત્ર 43 બેઠકો મળી હતી. બાદમાં, જેડીયુએ બહુજન સમાજ પાર્ટી અને લોક જનશક્તિ પાર્ટીના એકમાત્ર ધારાસભ્યોને સાથે લઈને પોતાની સંખ્યા 45 કરી લીધી હતી.
નવેમ્બર 2020માં જનાદેશથી બનેલી એનડીએ સરકાર પછી વચ્ચે આવેલી મહાગઠબંધન સરકાર ફેબ્રુઆરી 2024માં પડી, ત્યારે જેડીયુને નુકસાન પણ થયું. તત્કાલીન જેડીયુ ધારાસભ્ય બીમા ભારતીએ આરજેડીનો હાથ પકડ્યો હતો. ત્યારે જેડીયુના ધારાસભ્યોની સંખ્યા 44 રહી ગઈ હતી.
બીમાની રુપૌલી બેઠક પરથી અપક્ષ શંકર સિંહ જીત્યા, જેડીયુના નવા ઉમેદવાર નહીં. પછી, પેટા-ચૂંટણી 2024માં બેલાગંજ બેઠક આરજેડી પાસેથી છીનવીને જેડીયુએ પોતાની સંખ્યા 45 કરી લીધી હતી.
આ પણ વાંચો…Bihar Elections Results 2025: આજે આ જાણીતા સ્ટાર્સની કિસ્મતનો થશે ફેંસલો, કર્યો હતો ધૂમ પ્રચાર



