Top Newsનેશનલ

બિહારના પરિણામ અંગે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું, નીતિશ કુમારની કરી પ્રશંસા…

જમ્મુ અને કાશ્મીરઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના જંગી વિજય થયો તેના માટે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પોતાનું નિવેદન આપ્યું છે. બડગામ પેટાચૂંટણીમાં પોતાની પહેલી હારથી દુઃખી થયેલા અબ્દુલ્લાએ બિહારના પરિણામો અંગે ખાસ વાત કરી હતી. ઓમર અબ્દુલ્લા કહ્યું કે, બિહારમાં કોંગ્રેસની સ્થિતિ જોતા પોતાની પરિસ્થિતિ વિશે ઓછું દુઃખ થાય છે. બિહારમાં કોંગ્રેસને કારમી હાર મળી છે. રાહુલ ગાંધીના આક્ષેપોએ પણ બિહારમાં કોંગ્રેસને કોઈ ફાયદો નથી.

બડગામ પેટાચૂંટણીના પરિણામ પર અબ્દુલ્લાએ આપ્યું નિવેદન

ઓમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, ‘જ્યારે હું બિહારમાં પરિણામો જોઉં છું, ત્યારે મને મારી પોતાની પરિસ્થિતિ વિશે ઓછું દુઃખ થાય છે. મને પહેલાથી જ ખબર હતી કે બડગામની ચૂંટણી સરળ નહીં હોય. બડગામની પોતાની પરિસ્થિતિઓ છે. અહીં એક મોટો વર્ગ છે જે મુદ્દાઓ કે પ્રદર્શનના આધારે મતદાન કરતો નથી. જેના કારણે આ બેઠક પર હાર મળી હોવાનું ઓમર અબ્દુલ્લાએ સ્વીકાર્યું હતું. આ સાથે અન્ય રાજ્યોએ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પાસેથી શીખવું જોઈએ તેવી વાત પણ કરી હતી

વોટ ચોરીના આક્ષેપ બાદ પણ કોંગ્રેસને મળી હાર

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસની ઉપેક્ષા કરી હતી. કારણ કે, બિહારમાં કોંગ્રેસ જ્યારે વોટ ચોરીની યાત્રા કાઢી ત્યાંરે મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતાં. તેમ છતાં પણ અત્યારે બિહારના લોકોએ કોંગ્રેસને મત આપ્યાં નથી. આવી યાત્રાઓ દરમિયાન કોંગ્રેસને લાગ્યું કે તે ઘણી બેઠકો જીતશે, પરંતુ ખાસ પરિણામ મળ્યું નથી. જેના કારણે જેના કારણે ઓમર અબ્દુલ્લાએ નિવેદન આપીને કોંગ્રેસને ખરી ખોટી સંભળાવી અને સાથે નીતિશ કુમારના વખાણ પણ કર્યાં હતાં.

મહત્વની વાત એ પણ છે કે, 1957માં વખત જમ્મુ અને કાશ્મીરમાં પહેલી વિધાનસભા ચૂંટણી પછી આ પહેલી વાર છે જ્યારે નેશનલ કોન્ફરન્સે મધ્ય કાશ્મીરના બડગામમાં પોતાનો ગઢ ગુમાવ્યો છે. મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ ગયા વર્ષે પોતાના ગઢ ગાંદરબલથી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ આ બેઠક ખાલી કરી હતી. જેથી અહીં પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં પીડીપી ઉમેદવાર આગા સૈયદે 4,500 મતોથી જીત મેળવી છે.

આ પણ વાંચો…બેગુસરાયમાં કોંગ્રેસની સીટ ડૂબી, રાહુલ ગાંધીનો પ્રચાર એળે ગયો…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button