ઈ ગજબ આદમી હૈ ભઈ! નીતિશ કુમાર આ કોના પર ભડકી ગયા, જુઓ વીડિયો…

પટનાઃ દેશ આખો ભલે દિવાળી મનાવે, પરંતુ બિહારમાં રાજકીય ફટાકડા ફૂટ્યા કરે છે. આવતા મહિનાની શરૂઆતમાં જ બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે, તેથી પ્રચાર કરવા નેતાઓ એક ગામથી બીજે ગામ દોડી રહ્યા છે. આ દરમિયાન ઘણા અહેવાલો, તસવીરો અને વીડિયો બહાર આવે છે, જે ચર્ચાનું કેન્દ્ર બની જાય છે.
બિહારના મુઝફ્ફરપુરની જાહેરસભાનો પણ આવો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પોતાના કાર્યકર્તા પર ભડકી ગયા છે. ઔરાઈ બેઠકનાં ઉમેદવાર રમા નિષાદ મુઝફ્ફરપુર ખાતે રેલીમાં સ્ટેજ પર આવ્યા હતા. નીતિશ કુમાર અન્ય નેતાઓની જેમ તેમને પણ ફૂલોનો હાર પહેરાવવા ગયા.
ई गजब आदमी है भाई!!!
— Tejashwi Yadav (@yadavtejashwi) October 21, 2025
मुख्यमंत्री जी अगर स्वस्थ है तो लिखा हुआ भाषण पढ़ ऐसी हरकतें क्यों कर रहे है? #Bihar pic.twitter.com/Xhit9l37Ib
તે સમયે ત્યાં હાજર પક્ષના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા તેમને રોકવા ગયા, પરંતુ નીતિશ કુમાર તો ભડકી ગયા અને તેમણે રમા નિષાદને જબરજસ્તી ફૂલોનો હાર પહેરાવી દીધો. વળી, તેઓ એટલેથી રોકાયા નહીં અને માઈકમાં જ ઝા માટે કહી દીધું, ગજબ આદમી હૈ ભઈ. તેમનો આ વીડિયો બારે વાયરલ થઈ રહ્યો છે.
તેની મજા લોકો તો લઈ રહ્યા છે, પણ આરજેડીના નેતા તેજસ્વી યાદવે ટોણો મારવાનો મોકો છોડ્યો નથી. તેણે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું છે કે ઈ ગજબ આદમી હૈ ભઈ, મુખ્ય પ્રધાન જ્યારે સ્વસ્થ છે ત્યારે લખેલું ભાષણ કેમ વાચે છે ને આવી હરકત કેમ કરે છે. તેજસ્વી યાદવ વારંવાર નીતિશ કુમારની તબિયત મામલે ટોણો મારતા હોય છે. બિહારમાં છ અને 11 નવેમ્બરે મતદાન છે અને 14 નવેમ્બરે પરિમામ જાહેર થશે.
આ પણ વાંચો…બિહાર સંગ્રામ: ચિરાગની બેઠકો પર ઉમેદવાર ઉતારીને નીતિશ કુમારે ભાજપના ગણિત પર પાણી ફેરવ્યું