બિહાર ચૂંટણીઃ અજિત શર્માના સમર્થનમાં દીકરી નેહા શર્મા મેદાનમાં, રોડ શોમાં ઉમટી જનમેદની…

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવતીકાલે છેલ્લા તબક્કાનું મતદાન થશે અને તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કર્યો છે. ખાસ કરીને ભાગલપુર વિસ્તારમાં ચૂંટણીને લઈ ગરમ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બોલીવુડની જાણીતી અભિનેત્રી નેહા શર્મા પોતાના પિતા માટે ચૂંટણીના પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે.
અભિનેત્રી નેહા શર્માએ ભાગલપુરમાં પોતાના પિતા અજિત શર્મા (કોંગ્રેસ ઉમેદવાર) માટે ભવ્ય રોડ શો કર્યો હતો. રોડ શોમાં હજારો લોકો ઉમટ્યાં હતાં અને નેહાએ લોકોને હાથ હલાવીને, સ્લોગન આપીને વોટ માંગ્યા. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક વીડિયો શેર કર્યો અને લખ્યું, “જે શહેરે મને ઉછેર્યું અને પ્રેમ આપ્યો, એ ભાગલપુર હંમેશાં મારા હૈયામાં રહેશે. દરેક સ્મિત, દરેક પળ, હું ઊંડે ઊંડે અનુભવું છું. ભાગલપુરના લોકોનો હૃદયપૂર્વક આભાર.”
The city that raised me, shaped me, loved me — Bhagalpur, you’ll always be my heart.
— Neha Sharma (@Officialneha) November 10, 2025
Every smile, every moment of warmth, every cheer — I felt it deeply.
भागलपुर की प्रिय जानता का तहे दिल से शुक्रिया #BhagalpurKiBeti #FromTheHeart #forevergrateful pic.twitter.com/zyhpI7XpZ5
અજિત શર્મા બિહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને ભાગલપુરથી અનેક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે નેહા આ અગાઉ પણ અવારનવાર પિતાના પ્રચારમાં જોડાઈ છે. ગયા વર્ષે પણ તેણે રોડ-શો કર્યો હતો અને લોકસભા ચૂંટણીમાં પિતાને સાથ આપ્યો હતો. નેહા કહે છે કે ભાગલપુર પાછા ફરવું એ તેના માટે ફક્ત ચૂંટણી નહીં, પોતાના લોકોના પ્રેમનો અનુભવ છે.
અગાઉ એક વખત મીડિયા ઈન્ટરવ્યૂમાં નેહાએ કહ્યું હતું કે તેને ભવિષ્યમાં રાજકારણમાં આવવાની ઈચ્છા છે. હાલ તે ફિલ્મો અને પિતાના પ્રચાર પર ધ્યાન આપી રહી છે, પરંતુ પોતાના શહેરની સેવા કરવાનું સપનું જરૂર ધરાવે છે. ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો નેહા આવતા વર્ષે પંજાબી ફિલ્મ ‘સંજોગ’માં જસ્સી ગિલ સાથે મોટા પડદે જોવા મળશે, જે પરિવાર અને પ્રેમની વાત કરતી ફિલ્મ છે.



