બેગુસરાયમાં કોંગ્રેસની સીટ ડૂબી, રાહુલ ગાંધીનો પ્રચાર એળે ગયો…

પટણાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ સાથે સાથી પક્ષો માટે આંચકાજનક છે. કોંગ્રેસને દબાવીને પણ આરજેડી આ વખતે પકડ જમાવી શક્યું નથી, જ્યારે કોંગ્રેસે પણ એડી ચોટીનું જોર લગાવ્યું પણ અત્યાર સુધીના પરિણામો પાર્ટી માટે શરમાવનારા છે. બિહારના બેગુસરાય વિધાનસભાના મતવિસ્તારમાંથી કોંગ્રેસને જોરદાર આંચકો લાગ્યો છે.
ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રાહુલ ગાંધીએ વીઆઈપી પાર્ટીના વડા મુકેશ સાહનીની સાથે સભા યોજી હતી. ઉપરાત, તેમણે પાણીમાં ઉતરીને માછલી પકડવાનો અનોખો અંદાજ બતાવ્યો હતો. એના પછી પણ કોંગ્રેસનાં ઉમેદવાર અમિતા ભૂષણ મતદારોને રિઝવવામાં નિષ્ફળ રહ્યાં લગભગ 31,000 મતના અંતરેથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર કુંદન કુમારે હરાવ્યાં છે. આ પરિણામે સૌને ચોંકાવ્યા છે, કારણ કે અહીંની બેઠક પરથી હાઈ પ્રોફાઈલ પ્રચાર કરવામાં આવ્યો હતો, પણ એળે ગઈ છે.
ઔદ્યોગિક વસાહતોને કારણે વિશેષ મહત્ત્વ
બેગુસરાય વિધાનસભા મતવિસ્તાર બિહારના ઔદ્યોગિક અને નાણાકીય હબ માનવામાં આવે છે. જિલ્લાનું હેડ ક્વાર્ટર સાથે સાથે વિધાનસભા વિસ્તાર છે. 1951માં સ્થાપિત અહીંની સીટમાં સૌથી મોટું ઔદ્યોગિક એકમ આવેલું છે, જ્યાં બરોની સ્થિત થર્મલ પાવર પ્લાન્ટ અને હિંદુસ્તાન ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ જેવી ખાતર કંપનીનો સમાવેશ થાય છે.
1970-80ના દાયકામાં સીપીઆઈની ગઢ ગણાતી પણ
અહીંની ચૂંટણીમાં ભાજપએ ફુલવારી વિધાનસભા સીટ પરથી કુંદન કુમારને ઉમેદવાર બનાવ્યા હતા, જ્યારે કોંગ્રેસે અમિતા ભૂષણને મેદાનમાં ઉતાર્યા હતા. જનસુરાજ પાર્ટીએ સુરેન્દ્ર કુમાર સહાયને ટિકિટ આપી હતી. અહીંની બેઠક પર છઠ્ઠી નવેમ્બરના મતદાન કર્યું હતું.
કુંદન કુમારે 1.19 લાખથી વધુ મત મળ્યા છે, જ્યારે અમિતા ભૂષણને 88,000થી વધુ મત મળ્યા છે. બેગુસરાય ઐતિહાસિક રીતે પણ સમૃદ્ધ શહેર છે. 1970 અને 1980ના દાયકામાં અહીંની બેઠક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ)નો ગઢ માનવામાં આવે છે. અહીં કોંગ્રેસ આઠ વખત અને ભાજપ છ વખત જીત્યું છે, જ્યારે સીપીઆઈ ત્રણ વખત જીત્યું છે.
આ પણ વાંચો…બિહારમાં કોંગ્રેસ માટે શરમજનક હાર, એઆઈએમઆઈએમ, ડાબેરીઓએ પણ સારું પ્રદર્શન કર્યું: ફડણવીસ



