નેશનલ

નીતીશ કુમારની વારાણસી રેલી રદ, જેડીયુનો દાવો યોગી સરકાર તાનાશાહી ચલાવે છે

પડણા: જનતા દળએ જણાવ્યું હતું કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની વારાણસીની રોહનિયા બેઠક પર 24 ડિસેમ્બરે યોજાનારી રેલી સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરવાનગીના અભાવે રદ કરવામાં આવી છે. નોંધનીય છે કે રોહાનિયા વિધાનસભા મતવિસ્તાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસી લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 

જેડીયુના વરિષ્ઠ નેતા અને બિહારના ગ્રામીણ વિકાસ પ્રધાન શ્રવણ કુમારે જણાવ્યું હતું કે જગતપુર ઇન્ટર કોલેજના વહીવટીતંત્ર દ્વારા પરવાનગી ન મળવાને કારણે સીએમ નીતિશ કુમારની 24 ડિસેમ્બરે રોહનિયા વારાણસીમાં યોજાનારી જાહેર રેલી રદ કરવામાં આવી છે.


આ ઉપરાતં તેમણે કહ્યું હતું કે યુપીમાં યોગી આદિત્યનાથની તાનાશાહી ચાલી રહી રહી છે. વારાણસીમાં અમારા પક્ષના વડાની જાહેર સભાનું આયોજન કરવાની મંજૂરી ન આપવી એ લોકશાહીની સીધી હત્યા છે. અને અમે તેમને છોડીશું નહીં. અમે જાહેર સભાની આગામી તારીખ ટૂંક સમયમાં જાહેર કરીશું. ભાજપ કેવા કારનામા કરી રહ્યું છે તે તેમને બધાને થોડા જ સમયમાં જાણ થઇ જશે. અમે ટૂંક સમયમાં જ યુપીમાં જનસંપર્ક અભિયાન શરૂ કરીશું અને લોકોને જાગૃત કરીશું.

હાલમાં નીતીશ કુમારે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને તેના માટે તેમણે ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં રેલીઓ યોજવાની જાહેરાત પણ કરી હતી. પહેલી રેલી યુપીના વારાણસીની રોહનિયા સીટ પર યોજાવાની હતી. જેમાં રોહનિયાની જાહેર સભામાં પૂર્વાંચલ પ્રદેશના પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ભાગ લેવાના હતા. પરંતુ કેટલાક કારણોસર રેલીને પરમિશન મળી નહોતી હવે તેમની આગામી રેલી કે જે 21 જાન્યુઆરીએ ઝારખંડના હજારીબાગમાં યોજાવાની છે. તેની પણ પરવાનગી મળે છે કે કેમ તે જોવું રહ્યું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત