બિહારમાં જેડીયુ માં ઉમેદવારોના નામની જાહેરાત પૂર્વે ઘમાસાણ,ગોપાલ મંડલ ધરણા પર બેઠા

પટના : બિહાર વિધાનસભા ચૂંટણી માટે હજુ સુધી બંને ગઠબંધનમાંથી કોઈએ ઉમેદવારોની નામની જાહેરાત નથી કરી. ત્યારે એનડીએના ઘટક દળ જેડીયુમાં ઉમેદવારોના નામ અંગે ઘમાસાણ શરુ થયું છે. જેડીયુએ ઉમેદવારોને પ્રતિક આપવાની શરુઆત કરતા આંતરિક વિવાદ સર્જાયો છે. જેડીયુ ધારાસભ્ય ગોપાલ મંડલ મુખ્યમંત્રી નિવાસસ્થાન બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.
ગોપાલ મંડલ દ્વારા મુખ્યમંત્રી નિવાસસ્થાન બહાર ધરણા પ્રદર્શન
જેમાં ટિકિટ ન મળવાના ડરથી જેડીયુ ધારાસભ્ય ગોપાલ મંડલે મુખ્યમંત્રી નિવાસસ્થાન બહાર ધરણા પ્રદર્શન કર્યા છે. તેમની સાથે અસંખ્ય નેતાઓ અને કાર્યકરો સતત મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા આવ્યા
ટ્રેનના અંડરવેર કૌભાંડ બાદ ચર્ચામાં આવેલા જેડીયુ ધારાસભ્ય ગોપાલ મંડલે પોતાના સમર્થકો સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાનની બહાર ધરણા પ્રદર્શન કર્યું છે. તેઓ મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે,
થોડા મહિના પહેલા તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ હાથમાં પિસ્તોલ લઈને લોકોને ધમકાવતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો…બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ નક્કી કર્યા, 16 ધારાસભ્યોની કપાઈ શકે છે ટિકિટ