બિહારના ભાગલપુર અને દરભંગામાં સરસ્વતી મૂર્તિના વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ, તાણવનો માહોલ
બિહારના ભાગલપુર જિલ્લાના લોદીપુરમાં શુક્રવારે સરસ્વતી મૂર્તિના વિસર્જન દરમિયાન કથિત પથ્થરમારા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જો કે પોલીસ અને સ્થાનિક પ્રશાસને પરિસ્થિતિને કાબુમાં લીધી લઇ હતી. આ મામલે ભાગલપુરના પોલીસ અધિકારીએ જણાવ્યું કે કે લોદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂર્તિઓના વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. મૂર્તિ વિસર્જન હવે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. સ્થિતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બિહારના દરભંગા જિલ્લામાંથી પણ સરસ્વતી મૂર્તિના વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણની માહિતી મળી છે. દરભંગામાં બે સમુદાયો વચ્ચેની અથડામણ પર, અધિકારીએ જણાવ્યું કે, “બહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂર્તિ વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી હતી. ઘટનામાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી હતી. બે સમુદાયો વચ્ચે પથ્થરમારો થયો હતો.
કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે.” બે જૂથો વચ્ચે અથડામણની આ ઘટના ભાગલપુર જિલ્લાના લોદીપુરમાં ત્યારે બની જ્યારે સરસ્વતી પ્રતિમા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાંથી પસાર થઈને લોદીપુર મેદાનમાં પહોંચી રહી હતી. પથ્થરમારામાં બંને સમુદાયના બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.
દરભંગામાં પણ શુક્રવારે મોડી રાત્રે સરસ્વતી મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહેલા સરઘસ પર અચાનક પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે.