ટોપ ન્યૂઝનેશનલ

ગુજરાતના તથ્ય પટેલ જેવો કેસ બિહારમાંઃ જાનમાં નાચતાગાતા 9 ને કચડી નાખ્યા…

પટનાઃ અમદાવાદના તથ્ય પટેલ જેવો કેસ બિહારમાં બન્યો છે. જાનમાં નાચતાગાતા 9 લોકોને કાર ચાલકે કચડી નાખ્યા હતા. જેમાં એક બાળકી સહિત 4 મહિલા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટના શનિવારે સાંજે છપરામાં બની હતી. જે બાદ રોષે ભરાયેલા લોકોએ સ્ટેટ હાઈવે પર પ્રદર્શન કર્યું હતું.

Also read : Manipur માં ફ્રી મૂવમેન્ટના પ્રથમ દિવસે જ હિંસા, એકનું મોત 27 સુરક્ષા કર્મી ઘાયલ…

શું છે મામલો
છાપરાના SH-37 સ્થિત અમનૌર સોનહો રોડ પર ચંદ્રદીપ રાયના પુત્રના લગ્ન હતા. જાન પરત ફર્યા બાદ બીજા દિવસે મહિલાઓ એક રીવાજ માટે દરવાજા નજીક ઉભી હતી અને કેટલાક લોકો ત્યાં નાચતા હતા. આ સમયે સોનહો તરફથી ફૂલ સ્પીડમાં આવેલી કાર બેકાબૂ થઈને ઉભેલા લોકો પર ફરી વળી હતી. જેમાં મહિલાઓ અને બાળકો હતા. આ લોકોને કચડ્યાં બાદ કાર એક ઘર સાથે ટકરાઈને ઉભી રહી ગઈ હતી.

Also read : લુધિયાણામાં ફેક્ટરીની ઇમારત ધરાશાયી; કાટમાળ નીચે શ્રમિકો દટાયા હોવાની આશંકા…

પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ, અમે દરવાજા પર ઉભા હતા અને મહિલાઓ રસમ કરતી હતી. અચાનક ફૂલ સ્પીડમાં એસયુવી આવી અને ઉભેલા લોકોને કચડીને ઘર સાથે અથડાઈને ઉભી રહી ગઈ હતા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ચારેબાજુ માત્ર લોહી જ હતું. કોઈનો હાથ તૂટી ગયો હતો તો કોઈનું માથું ફૂટી ગયું હતું. આ ઘટનાથી રોષે ભરાયેલા મૃતકોના પરિવારજનોએ મૃતદેહ રસ્તા પર રાખીને ટ્રાફિક જામ કર્યો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી હતી. પોલીસ હાલ મામલાની તપાસ કરી રહી છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button