બિહારમાં ભાજપનો મોટો આરોપ, કહ્યું કોંગ્રેસે પીએમ મોદીના માતાનું અપમાન કર્યું | મુંબઈ સમાચાર
નેશનલ

બિહારમાં ભાજપનો મોટો આરોપ, કહ્યું કોંગ્રેસે પીએમ મોદીના માતાનું અપમાન કર્યું

પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણીના મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં બિહાર કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વિડીયોએ ચર્ચા જગાવી છે. કોંગ્રેસે એઆઈના માધ્યમથી વિડીયો બનાવીને અપલોડ કર્યો છે. આ અંગે ભાજપે કોંગ્રેસ પર પીએમ મોદીના માતાનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જોકે, તેમ છતાં કોંગ્રેસ તેને દુર કરવાના મૂડમાં નથી. ભાજપ આ અંગે રાહુલ ગાંધી પર નિશાન તાક્યું છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીના કીધા બાદ પીએમ મોદીના માતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસે પીએમ મોદીની માતાનો વિડીયો બનાવ્યો

કોંગ્રેસે એઆઈના માધ્યમથી બનાવેલા વિડીયો પર ભાજપ નેતા શાહનવાઝ હુસેને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી બેશરમ બની છે. પહેલા કોંગ્રેસે સ્ટેજ પરથી પીએમ મોદીની માતાને અપશબ્દ કહ્યા હતા. તેમજ હવે આ જ કામ વિડીયો બનાવીને કર્યું છે. જે રીતે કોંગ્રેસે પીએમ મોદીની માતાનો વિડીયો બનાવ્યો છે. જેમની માતા દુનિયા પણ નથી અને તેમની વિરુદ્ધ આવો વિડીયો બનાવવો દુર્ભાગ્યપૂર્ણ છે. કોંગ્રેસે પક્ષે આ પ્રવુતિ બંધ કરવી જોઈએ. સમગ્ર દેશ અને બિહારની જનતા તેમની માતાનો અપમાનનો બદલો જરૂર લેશે.

પિતૃ પક્ષમાં આવી ટીપ્પણી કરવી પિતૃનું અપમાન

આ ઉપરાંત આ વિડીયો પર જેડીયુએ પણ કોંગ્રેસ પર નિશાન તાક્યું છે. જેમાં જેડીયુ પ્રવકતા નીરજ કુમારે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી રાજનીતિમાં દુરાગ્રહથી પીડાઈ રહી છે. એઆઈ વિડીયો બનાવીને પિતૃ પક્ષમાં આવી ટીપ્પણી કરવી પિતૃનું અપમાન છે. કોંગ્રેસ નિર્લજ્જતાની તમામ હદો પાર કરી છે. આ માતા સીતાની ધરતી છે. આ ધરતી પર મા- બેટીનું અપમાન કરવામાં આવશે તો બિહાર સહન નહી કરે.

આપણ વાંચો:  કોંગ્રેસના ક્યા 9 જિલ્લા પ્રમુખોને મલ્લિકાર્જુન ખડગેએ સડેલી કેરી સાથે સરખાવ્યા?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button