બિહારની પ્રેમ કહાણીમાં નવો વળાંક! પિતાએ ફરિયાદ નોંધાવી તો પુત્રીએ કરી આવી સ્પષ્ટતા…

બિહાર: બિહારમાં અજીબ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. બિહારમાં બગાહામાં એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પ્રેમી અને પ્રેમિકાનો મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હોવાથી પિતાએ યુવક સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ કેસે અત્યારે નવો વળાંક લીધો છે, યુવતી 20 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને પોતાનું નિવેદન આપ્યું છે. વાયરલ વીડિયોમાં યુવતીએ પોતાના જાતે ભાગીને આવી હોવાની વાતનો ખુલાસો કર્યો છે, જેથી પોલીસે કઈ દિશામાં તપાસ કરવી તે પ્રશ્ન બની ગયો છે.
યુવતીએ પોતાની જાતે જ ભાગીને ગઈ હોવાનો ખુલાસો કર્યો
યુવતીએ વાયરલ કરેલા 20 સેકન્ડની વીડિયોના કારણે આ કેસ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. યુવતીની ઓળખ નિશા કુમારી તરીકે થઈ છે. નિશા કુમારી વીડિયોમાં ભાવુક થઈ જાય છે અને કહે છે કે, ‘હું તેમને ભગાડીને લાવી છું, હું તને ખુબ પ્રેમ કરું છું. અમારે હવે સાથે જીવવનાનું અને સાથે મરવાનું છે. કૃપા કરીને તેના સાસરિયાઓ સામે કોઈ કાર્યવાહી ન કરો. આ વીડિયોમા યુવતીએ પ્રેમી સૂરજ કુમારના પરિવારની સુરક્ષા માટે પોલીસને પણ અપીલ કરે છે.
30મી એપ્રિલે શિકારપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે નોંઘાઈ હતી ફરિયાદ
આ કેસની વધારે વિગતે વાત કરવામાં આવે તો, નિશા બિહારના બગહામાં આવેલા નિશા નરકટિયાગંજની રહેવાસી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. નિશા નરકટિયાગંજના વોર્ડ નંબર 14માં રહેતી હતી અને સૂરજ નરકટિયાગંજના વોર્ડ નંબર 12માં રહે છે. આ બંને લોકો 27મી એપ્રિલના રોજ ઘરેથી ભાગી ગયા હતા. જેથી યુવતીના પિતાએ યુવક સામે 30મી એપ્રિલે શિકારપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. પરંતુ યુવતીએ આ વીડિયોમાં વિપરિત નિવેદન આપ્યું છે. જેથી પોલીસે આ કેસમાં વધારે ઊંડાણ પૂર્વક તપાસ કરવી પડશે.
શિકારપુર પોલીસે પહેલા વાયરલ વીડિયોની તપાસ કરશે
યુવતીના પિતાએ શિકારપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી શિકારપુર એસએચઓ અવનીશ કુમારે વિગતો આપતા જણાવ્યું કે, યુવતીના પિતાએ એફઆઈઆર નોંધાવી છે અને વાયરલ વીડિયોની તપાસ પણ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવશે કે યુવતી સગીર વયની છે કે, પુખ્ત વયની! જો યુવતી પુખ્ત વયની હશે અને પોતાની મરજીથી સૂરજ સાથે ભાગી હશે તો પોલીસ પહેલા તેમનું નિવેદન લેશે અને પછી આગળની કાર્યવાહી શરૂ કરશે.
આપણ વાંચો : Biharમાં પોલીસ પણ સુરક્ષિત નહિ, ગુનેગારને બચાવવા ટોળાએ પોલીસ કર્મીની હત્યા કરી