
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પહેલા ચરણનું મતદાન 6 નવેમ્બરે પૂર્ણ થયું છે. પહેલા ચરણમાં કુલ 18 જિલ્લાઓમાં 121 બેઠકો પર મતદાન થયું હતું. 2020ની સમાનતાએ 2025માં વિધાનસભા ચૂંટણીના મતદાનમાં વધારો આવ્યો છે. પરંતુ અત્યારે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેના કારણે રાજકારણમાં એક નવો વિવાદ છંછેડાયો છે. જ્યારે ચૂંટણીમાં મતદાન પૂર્ણ થાય ત્યારે જ્યા મતદાન પૂર્ણ થયું હોય ત્યાં એક મજબૂત રૂમ અને ઇવીએમની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવે છે.
હજારોની સંખ્યામાં VVPAT સ્લિપ કચરામાં ફેંકવામાં આવી?
આ દરમિયાન બિહારની સમસ્તીપુરથી એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. સરાયરંજન વિધાનસભામાં શિતલપટ્ટી ગામમાં હજારોની સંખ્યામાં VVPAT સ્લિપ કચરામાં ફેંકાયેલી મળી આવી હતી. આ વીડિયો આરજેડી દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે અને પોાતાનો રોષ પણ ઠાલાવ્યો છે. આરજેડીનું કહેવું છે કે, આખરે શા માટે VVPAT સ્લિપ કચરામાં ફેકવામાં આવી છે? શું ચૂંટણીમાં કોઈ ધાંધલી કરવામાં આવી છે? આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો સરાયરંજન વિધાનસભાનો હોવાનો દાવો
આરજેડીએ એવો દાવો કર્યો છે કે, આ વીડિયો સમસ્તીપુરની સરાયરંજન વિધાનસભાનો છે. વીડિયો પોસ્ટ કરતા આરજેડીએ લખ્યું કે, સમસ્તીપુરના સરાયરંજન વિધાનસભા મતવિસ્તારમાં કેએસઆર કોલેજ પાસે રસ્તા પર મોટી સંખ્યામાં ઇવીએમમાંથી વીવીપેટ સ્લિપ ફેંકવામાં આવી હતી. આ સ્લિપ ક્યારે, કેવી રીતે અને શા માટે ફેંકવામાં આવી? શું ચૂંટણી પંચ આનો જવાબ આપશે? શું આ બધું લોકશાહીના લૂંટારાના ઇશારે થઈ રહ્યું છે જે બહારથી આવ્યો છે અને બિહારમાં રહે છે? આવા અનેક આક્ષેપો કરવામાં આવ્યાં છે.
બેદરકારી બદલ AROને સસ્પેન્ડ કરવામાં આવ્યાં
આ સમગ્ર મામલે મુખ્ય ચૂંટણી કમિશનરની પ્રતિક્રિયા પણ પ્રકાશમાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે સમસ્તીપુરના ડીએમને આ મામલે તપાસ કરવા માટે નિર્દેશો આપી દીધા છે. આ મોક પોલની VVPAT સ્લિપ છે. ડીએમએ ચૂંટણી લડતા ઉમેદવારોને આ મામલે જાણ પણ કરી છે. પરંતુ જે પ્રકારે સંબંધિત ARO દ્વારા બેદરકારી કરવામાં આવી છે તે બદલ એઆરઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં અને સાથે સાથે FIR દાખલ કરવામાં આવી રહી છે.



