નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં 11 મુસ્લિમ ઉમેદવારો ધારાસભ્ય બન્યા, વાંચો પક્ષવાર લિસ્ટ

પટના : બિહાર વિધાનસભા ચૂંટણીના સત્તાવાર પરિણામો જાહેર થયા છે. જે મુજબ આ વખતે 11 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. જેમાં ઓવેસી પાર્ટી AIMIM ના પાંચ ઉમેદવારો સામેલ છે. જયારે એનડીએમાંથી એક મુસ્લિમ ઉમેદવાર ધારાસભ્ય બન્યો છે. જયારે કોંગ્રેસમાંથી બે મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે. તેમજ આરજેડીમાંથી ત્રણ મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે.

જેડીયુના ઉમેદવાર મોહમ્મદ જામા ખાન ચેનપુરથી જીત્યા

જેમાં ચૂંટણી જીતેલા ઉમેદવારના નામ, પાર્ટી અને બેઠકની વાત કરીએ તો,

મોહમ્મદ મુર્શીદ આલમ, AIMIM,જોકીહાટ,
મોહમ્મદ તૌસીફ આલમ, AIMIM,બહાદુરગંજ,
મોહમ્મદ સરવર આલમ, AIMIM,કોચાધામ,
અખ્તરુલ ઈમાન, AIMIM,અમોર,
ગુલામ સરવર, AIMIM, બાયસી,
ફૈઝલ ​​રહેમાન, આરજેડી, ઢાકા,
આરીફ અહેમદ, આરજેડી, બિસ્ફી,
ઓસામા શહાબ, આરજેડી, રઘુનાથપુર,
મોહમ્મદ જામા ખાન, જેડીયુ, ચેનપુર,
અબીદુર રહેમાન, કોંગ્રેસ, અરરિયા
કમરૂલ હોડા, કોંગ્રેસ, કિશનગંજ

AIMIMએ 24 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા

બિહારમાં AIMIMએ 25 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાં 24 મુસ્લિમ હતા. જયારે એનડીએમાંથી જેડીયુએ ચાર મુસ્લિમ ઉમેદવારને ટીકીટ આપી હતી. જેમાંથી એક ઉમેદવારની જીત થઈ છે. જયારે આરજેડીએ 18 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી હતી. જેમાં માત્ર ત્રણ મુસ્લિમ ઉમેદવાર વિજયી થયા છે. ઓવૈસી અને તેમની પાર્ટીએ 25 બેઠકો પર ચૂંટણી લડીને અને લગભગ 2 ટકા મત મેળવીને બિહારમાં પગપેસારો કર્યો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ આ વખતે પશુપતિ પારસ, સ્વામી પ્રસાદ અને ચંદ્રશેખર આઝાદ સાથે જોડાણ કરીને 25 ઉમેદવારો ઉભા રાખ્યા હતા

આ પણ વાંચો…બિહાર ચૂંટણીના પરિણામોમાં એનડીએનો 202 બેઠક પર વિજય, ભાજપ 89 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button