ભાજપે સાથ આપ્યો તો નીતિશ કુમાર બનાવી શકે છે આ વર્લ્ડ રેકોર્ડ, આ પહેલા માત્ર આ વ્યક્તિ જ…

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની પ્રચંડ જીત પછી રાજકારણમાં ફરીથી મોટી ચર્ચા શરૂ થઈ છે. જનતા દળ (યુનાઇટેડ)ના નેતા અને વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમાર ફરીથી સીએમ બનશે કે કેમ તેની ચર્ચાઈ રહી છે.
આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે, પરંતુ સામે ભાજપ જેડીયુને નારાજ કરશે નહીં તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. જેથી નીતિશ કુમારને ફરીથી CM બનાવવાની શક્યતાઓ બહુ મજબૂત બની ગઈ છે. જો તેઓ ફરી શપથ લેશે, તો તે બિહારના સીએમ પદ માટેની તેમની 10મી શપથ હશે, જે એક વિશ્વ રેકોર્ડ બની જવાનો છે.
આપણ વાચો: બિહાર વિધાનસભા ચૂંટણીમાં 11 મુસ્લિમ ઉમેદવારો ધારાસભ્ય બન્યા, વાંચો પક્ષવાર લિસ્ટ
નીતિશ કુમારે 9 વખત મુખ્ય પ્રધાન પદની શપથ લીધી
વિગતે વાત કરવામાં આવે તો, 74 વર્ષીય જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે અત્યાર સુધી 9 વખત મુખ્ય પ્રધાન પદના શપથ લીધા છે. હવે NDAને બહુમતી મળ્યા બાદ તેઓ 10મી વાર CM તરીકે સત્તા સંભાળે તો તેઓ ભારતીય રાજકીય ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવી લેવાના છે. આ પહેલા કોઈ પણ વ્યક્તિ 10 વખત સીએમ પદના શપથ લીધા નથી.
પ્રથમ વખત માત્ર 7 દિવસ માટે સીએમ બન્યા હતા નીતિશ કુમાર
નીતિશ કુમારે સૌપ્રથમવાર વર્ષ 2000માં મુખ્ય પ્રદાન પદના શપથ લીધા હતા. જોકે તે વખતે માત્ર 7 દિવસ બાદ જ તેમને રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ 2005માં તેઓ ફરી CM બન્યા અને સંપૂર્ણ કાર્યકાળ પૂરો કર્યો, ત્યારથી ક્રમશઃ 2010, 2014, 2015, 2017, 2020, 2022 અને 2024માં પણ નીતિશ કુમારે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધી હતી.
હવે તેઓ 10મીવાર CM બનવાની તૈયારીમાં છે. જો કે, બિહારમાં કોણ મુખ્ય પ્રધાન બનશે તેવી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી અત્યારે તો માત્ર અટકળો જ ચાલી રહી છે.
આપણ વાચો: બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએનો વિજય, ચિરાગ પાસવાને કહ્યું પીએમ મોદી અને નીતિશ કુમારની જીત…
કોણે મુખ્ય પ્રધાન તરીકે સૌથી વધારે સેવા આપી છે?
ભારતના સૌથી લાંબા સમય સુધી મુખ્ય પ્રધાન તરીકે સેવા આપનારા નેતાઓમાં સિક્કિમના પૂર્વ CM પવન કુમાર ચામલિંગ પ્રથમ સ્થાને છે, જેમણે 24 વર્ષ અને 165 દિવસ સુધી સત્તા સંભાળી હતી. તેમના પછી ઓડિશાના નેતા નવીન પટનાયક 24 વર્ષ અને 99 દિવસ સુધી મુખ્ય પ્રધાન રહ્યા હતા.
ત્રીજા સ્થાને પશ્ચિમ બંગાળના પૂર્વ CM જ્યોતિ બાસુ છે, જેમણે 23 વર્ષ અને 137 દિવસ સુધી પદ સંભાળ્યું હતું. જો નીતિશ કુમાર હવે આગામી કાર્યકાળને સફળતાપૂર્વક પૂર્ણ કરે તો એક નવો રેકોર્ડ બની શકે છે. પરંતુ આ મામલે ભાજપનો સાથ મળવો ખૂબ જ જરૂરી છે.



