બિહાર કોંગ્રેસમાં સંકટઃ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસમાં ખટરાગ ચરમસીમાએ | મુંબઈ સમાચાર
નેશનલ

બિહાર કોંગ્રેસમાં સંકટઃ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસમાં ખટરાગ ચરમસીમાએ

પટના : બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોમાં ટિકિટ ફાળવણી મુદ્દે ઘમાસાણ શરુ થયું છે. જેમાં ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસમાં આંતરિક વિવાદ પ્રકાશમાં આવ્યો છે. જે અંગેની ઓડિયો ક્લિપથી વાઈરલ થતા રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ઓડિયો ક્લિપમાં કથિત રીતે પૂર્ણિયા જિલ્લાના કસ્બા વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય અફાક આલમ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામ વચ્ચેની વાતચીત રેકોર્ડ થઈ છે.

ટિકિટ પ્રભારી તેને રોકી રહ્યા છે

આ વાઈરલ ઓડિયો રેકોર્ડમાં અફાક આલમ પ્રદેશ પ્રમુખ સાથે વાત કરતા જોવા મળે છે, અને તેમની ટિકિટ આપવાની માંગણી કરે છે. અફાક દાવો કરે છે કે તેમણે બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરી દીધી છે. પરંતુ તેમનું ટિકિટ હજુ સુધી મળી નથી. ત્યારે રાજેશ રામ જવાબ આપતા કહે છે કે તેમણે લીલી ઝંડી આપી દીધી છે, પરંતુ ટિકિટ પ્રભારી તેને રોકી રહ્યા છે.

આ પણ વાંચો: બિહાર કોંગ્રેસમાં ટિકિટ કૌભાંડનો ધડાકો! ધારાસભ્ય અફાક આલમે ‘પૈસા લઈને સીટ વહેંચાઈ’ની ઓડિયો ક્લિપ કરી વાયરલ

પપ્પુ યાદવ રમત રમી રહ્યા છે

વાતચીતમાં રાજેશ રામને એમ પણ કહેતા સાંભળી શકાય છે કે આ સમગ્ર મામલામાં અપક્ષ સાંસદ પપ્પુ યાદવ રમત રમી રહ્યા છે. તેમનો દાવો છે કે પપ્પુ યાદવ બીજા ઉમેદવાર માટે લોબિંગ કરી રહ્યા છે. ત્યારે અફાક આલમ પૂછે છે આ પપ્પુ યાદવની પાર્ટી છે?” રાજેશ રામ જવાબ આપે છે, “પપ્પુ યાદવ શું છે તે વિશે અમને ઉપર પૂછો.”

કોઈ સત્તાવાર નિવેદન નહી

આ વાતચીત સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. જોકે, અમે આ ઓડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. આ વાઈરલ ઓડિયો અંગે પાર્ટી વતી રાજેશ રામ કે આફાક આલમે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા જ બિહારમાં NDAને ઝટકો: ભોજપુરી ‘ડાન્સિંગ ક્વીન’નું ધારાસભ્ય બનવાનું સપનું રોળાયું…

નારાજ ધારાસભ્યએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા

કસ્બા મતવિસ્તારના બે વખતના ધારાસભ્ય અફાક આલમને આ વખતે ટિકિટ આપવામાં નથી આવી. તેમણે દિવસની શરૂઆતમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કોંગ્રેસ નેતૃત્વ પર ટિકિટ વેચવા અને પૈસા માટે ઉમેદવારો પસંદ કરવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. અફાકે કહ્યું કે ટિકિટ વિતરણ પ્રક્રિયા સંપૂર્ણપણે અપારદર્શક અને પક્ષપાતી હતી.

બિહાર વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, ત્યારે પાર્ટીનો અંદરોઅંદરનો વિવાદ ચિંતા કરાવનારો વિષય છે. રાજકીય નિષ્ણાતોએ કહ્યું છે કે જો કોંગ્રેસ સમયસર સમસ્યાનો ઉકેલ લાવશે નહીં તો પાર્ટીના ચૂંટણી પ્રદર્શન પર પણ ગંભીર અસર પડી શકે છે. પાર્ટીના નિષ્ણાતોએ કહ્યું હતું કે પાર્ટીમાં અસંતોષ વધ્યો છે. ઉમેદવારો અને કાર્યકર્તાઓનો ઉત્સાહ પર અસર પડી શકે છે. એની સાથે વિપક્ષી દળોને પણ તક મળશે, જ્યારે કોંગ્રેસમાં અંદરોઅંદર મતભેદોનો લાભ ઉઠાવી રહ્યા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button