NDAમાં સીટ વહેંચણીને લઈને ઉપેન્દ્ર કુશવાહાની નારાજગી વધી, દિલ્હીથી આવ્યું તાત્કાલિક બેઠકનું તેડું

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને NDA ગઠબંધનમાં સીટ વહેંચણીના મુદ્દે તણાવ વધી રહ્યો છે. ગઠબંધનના મોટાભાગના પક્ષોમાં અસંતોષના સ્વર સ્પષ્ટ થઈ રહ્યા છે, અને તેમાંથી રાષ્ટ્રીય લોક મોર્ચાના નેતા ઉપેન્દ્ર કુશવાહા મહુઆ વિધાનસભા સીટને લઈને ખુલઆમ નારાજગી વ્યક્ત કરી છે. તેમની નારાજગી એટલી વધી છે કે તેઓએ કહ્યું છે કે NDAમાં હાલમાં કંઈક ખામી છે. આ પરિસ્થિતિ ચૂંટણી પહેલા ગઠબંધનની એકતાને પડકારી રહી છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે ઉપેન્દ્ર કુશવાહાએ આજે બપોરે 12 વાગ્યે પાર્ટીની તાત્કાલિક બેઠક બોલાવી હતી, પરંતુ પછીથી તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બેઠક સ્થગિત કરવાની જાણ કરી, કારણ કે અમિત શાહે તેમને દિલ્હી બોલાવ્યા છે. મહુઆ સીટ તેમની પાર્ટીને આપવાની વાત હતી, પરંતુ હવે તે ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીને મળી શકે છે. કુશવાહા ત્યાંથી પોતાના પુત્ર દીપક પ્રકાશ કુશવાહાને ચૂંટણીમાં ઉતારવાની તૈયારીમાં છે, અને તેમની માંગો પર અડગ રહ્યા છે.

કુશવાહાને મનાવવા માટે BJPના અનેક વરિષ્ઠ નેતાઓ જેમ કે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી, નિત્યાનંદ રાય, વિનોદ તાવડે અને ધર્મેન્દ્ર પ્રધાન તેમના ઘરે પહોંચ્યા હતા. રાત્રે 2 વાગ્યા સુધી તેઓ તેમને સમજાવવાના પ્રયાસો કરતા રહ્યા, પરંતુ આ કોશિશો નિષ્ફળ રહી. મીડિયા સાથે વાત કરતા કુશવાહાએ માત્ર એટલું જ કહ્યું કે NDA માટે આ સમય બરાબર નથી, સ્પષ્ટ અને વધુ બોલવાની તેને નાકરી કાઠ્યું.
NDAની સીટ વહેંચણીમાં કુશવાહાની પાર્ટીને માત્ર 6 સીટો મળી છે, જ્યારે તેઓ વધુ સીટની માંગ કરી રહ્યા હતા. તેની સરખામણીમાં ચિરાગ પાસવાનની પાર્ટીને 29 સીટો આપવામાં આવી છે. આનાથી જીતન રામ માંઝી અને કુશવાહા જેવા નેતાઓમાં નારાજગી વધી છે, તેમજ જનતા દળ યુનાઇટેડમાં પણ અસંતોષ જોવા મળ્યો છે. સાંસદ અજય મંડલે રાજીનામું આપવાની ઓફર કરી, જ્યારે વિધાયક ગોપાલ મંડલે સીએમ આવાસના ગેટ પર ધરણા કાર્યક્રમ યોજ્યા હતા.
આપણ વાંચો: ચીન સાથેના રેર મિનરલ્સના તણાવો મામલે એમેરિકાએ માગ્યો ભારતનો સપોર્ટ, કહ્યું “આ ચીન Vs વર્લ્ડ છે”