નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસનું નબળું પ્રદર્શન, શશિ થરૂર કહી આ વાત

નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ જીત તરફ અગ્રેસર છે. જેમાં અત્યાર સુધીના વલણમાં એનડીએ 207 થી બેઠકો પર આગળ છે. જયારે બીજી તરફ મહાગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે.

તેવા સમયે કોંગ્રેસના નેતા અને સાંસદ શશિ થરુરે ટીપ્પણી કરી છે. તેમજ કહ્યું છે કે કોંગ્રેસે હારના કારણોનું વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરે. તેમજ યાદ રાખવું જરૂરી છે કે કોંગ્રેસ ગઠબંધનનો મુખ્ય પક્ષ ન હતો તેમજ આરજેડીએ પણ આ હારનું વિશ્લેષણ કરવાની જરુર છે. હાલની સ્થિતિ મુજબ કોંગ્રેસ માત્ર એક બેઠક પર જ આગળ છે.

ચૂંટણી પરિણામો અનેક પરિબળો પર નિર્ભર

શશિ થરુરે વધુમાં જણાવ્યું કે બિહારના જનાદેશના કોંગ્રેસ પક્ષે અભ્યાસ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો અનેક પરિબળો પર નિર્ભર છે. જેમાં પ્રજાનો મૂડ પણ મહત્વનો છે. તેમજ પરિણામોએ સંગઠનની કાર્યપદ્ધતિ પર સવાલ ઉભા કર્યા છે. તેમજ હું બિહાર પ્રચારમાં ન હતો તેથી હું માત્ર મારા અનુભવથી કહી શકું છું. તેમજ જે લોકો ત્યાં હતા તે લોકો નિશ્ચિત રીતે આ પરિણામોનું અધ્યયન કરશે.

કોંગ્રેસ હાલ આઠમાં નંબરે

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોમાં એનડીએ જીત તરફ અગ્રેસર છે. જેમાં ભાજપ 95 બેઠકો પર આગળ છે. જયારે એનડીએ 207 બેઠક પર આગળ છે. જયારે બિહારમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ હાલ આઠમાં નંબરે છે. બિહારમાં કોંગ્રેસ માત્ર એક બેઠક પર આગળ છે.

આપણ વાચો: બિહારના ડેપ્યુટી CMની ‘પાઘડી’ પર સવાલ! નીતીશને હટાવવા પર લીધી હતી આવી પ્રતિજ્ઞા, હવે…

શશિ થરૂરે વંશીય રાજકારણને ભારતીય લોકશાહી માટે ગંભીર ખતરો ગણાવ્યો

જયારે બીજી તરફ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ.એમ. હસને થરૂરના તાજેતરના લેખમાં પાર્ટીમાં વંશીય રાજકારણની ટીકા કરવા બદલ તેમની આકરી ટીકા કરી હતી. હસને એક કાર્યક્રમમાં ટીપ્પણી કરવા જણાવ્યું હતું કે શશિ થરૂર નહેરુ પરિવારના સમર્થનથી રાજકારણમાં આવ્યા હતા અને તેમને પક્ષે સન્માન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શશિ થરૂરે વંશીય રાજકારણને ભારતીય લોકશાહી માટે ગંભીર ખતરો ગણાવ્યો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button