‘બિહારની ચૂંટણીમાં વોટ ચોરી નહીં કરવા દઈએ’: વોટર અધિકાર યાત્રા વખતે રાહુલ ગાંધીએ ફરી ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન | મુંબઈ સમાચાર
નેશનલ

‘બિહારની ચૂંટણીમાં વોટ ચોરી નહીં કરવા દઈએ’: વોટર અધિકાર યાત્રા વખતે રાહુલ ગાંધીએ ફરી ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

ચૂંટણી પંચની સાથે સાથે ભાજપ અને આરએસએસની કરી ટીકા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજથી બિહારના સાસારામથી પોતાની 16 દિવસની યાત્રા શરૂ કરી છે. 13,000 કિમી લાંબી આ યાત્રાનું નામ ‘વોટર અધિકાર યાત્રા’ રાખવામાં આવ્યું છે. આ યાત્રા બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહત્વની અને નિર્ણાયક રહેવાની છે. ખાસ કરીને આ યાત્રાની વિપક્ષના ઇન્ડિ. ગઠબંધનને પણ પ્રશંસા કરી છે. આજે શરૂ થયેલા આ યાત્રા 1લી સપ્ટેમ્બરના રોજ પટનામાં એક મોટી રેલી સાથે રેલી સાથે પૂર્ણ કરવા થશે. આ યાત્રામાં રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરીને સત્તા પક્ષ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યાં હતો.

રાહુલ ગાંધીની રેલીમાં ગઠબંધનના નેતાઓ ભાગ લીધો

રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન ગઠબંધનના પત્રના વિવિધ નેતા પૈકી આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સહિત અનેક પાર્ટીઓની નેતાઓએ રેલીને સંબોધિત કરી હતી. ખાસ કરીને રાહુલ ગાંધીએ રેલીને સંબોધિત કરતા મહત્વની વાતો પર ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, બિહારમાં SIR દ્વારા અસલી મતદારોને રદ કરીને નવા મતદારો જોડીને જીતવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તે વોટ ચોરી અમે નહીં થવા દઈએ. અમે આ લોકોની વોટ ચોરીને ઉજાગર કરી છે. ભાજપ અને NDAએ ઉદ્યોગપતિઓ સાથે મળીને ધંધો કરવાનું કામ કરી રહી હોવાનો પણ કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: ભારત જોડો યાત્રાની જેમ મતદાર અધિકાર યાત્રા પણ રાહુલ ગાંધીને ફળશે?

વોટ ચોરી મામલે ભાજપ અને ચૂંટણી પંચને ઘેર્યું

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, એક વિધાનસભામાં 1 લાખથી વધારે વોટની ચોરી થઈ છે. રાહુલ ગાંઘીએ કહ્યું કે, ચૂંટણી પંચ મારી પાસે એફિડેવિટ માંગે છે, પરંતુ ભાજપ પાસે કેમ નથી માંગતું? ચૂંટણી પંચે વીડિયોગ્રાફી કરવાની પણ ના પાડી છે. દરેક વિધાનસભા અને લોકસભામાં મતોની ચોરી કરવામાં આવી રહી છે, પરંતુ હવે બિહારની ચૂંટણીમાં અમે મતોની ચોરી નહીં થવા દઈએ. ભાજપ સાથે સાથે આરએસએસ પર પણ રાહુલ ગાંધીએ મોટો આરોપ લગાવ્યો છે. વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં કેવી રીતે એક કરોડ મતદાર પેદા થઈ ગયા? તે એક સવાલ છે. આ મતચોરી મામલે જ રાહુલ ગાંધીએ આ યાત્રા શરૂ કરી છે.

ચોરોને હટાવીને ભાજપને ભગાવોઃ લાલુ યાદવ

આ રેલીને સંબોધિત કરતી લાલુપ્રસાદ યાદવે કહ્યું હતું કે ચોરોને હટાવીને ભાજપને ભગાવો અને આપણી રાષ્ટ્રીય એક્તા પાર્ટીને જીતાડો. કોઈ પણ કિંમતે ભાજપને જે ફક્ત ચોરી કરે છે તેને આવવા દેવી નહીં. હવે બધાએ એક થવું જોઈએ. રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ, તમે બધા એક થાઓ અને આ (એનડીએ)ને જડમૂળથી ઉખેડી નાખો અને તેને ફેંકી દો, લોકશાહી મજબૂત કરવા માટે મહેનત કરો’. એટલું જ નહીં, પરંતુ પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને ખડગે માટે પણ નારા લગાવ્યાં હતાં.

મોદી, ભાજપ અને આરએસએસની ખડગેએ કરી ટીકા

રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સંબોધન કર્યું હતું. મતદાતા અંગે વાત કરતા કહ્યું કે, ભારત દેશને આઝાદ કરાવનારાઓએ આપણને મતદાનનો અધિકાર આપ્યો છે. અત્યારે પીએમ મોદી લાલ કિલ્લા પરથી ભાષણ આપીને તેને પડકારી રહ્યાં છે. વધુમાં કહ્યું કે, આરએસએસ દેશની આઝાદીની વિરોધમાં હતું’. ખડગેએ પ્રશ્ન કર્યો કે, આરએસએસના કેટલા લોકોએ જેલમાં ગયા અને ફાંસીએ ચઢ્યા હતાં? પોતાના સંબોધનમાં પીએમ મોદી, ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button