નેશનલ

છતીસગઢમાં સેનાના જવાનોને મળી મોટી સફળતા: 7 નક્સલીનો ખાતમો

બીજાપુરઃ છ્તીસગઢના નારાયણપૂર-બીજાપૂર બોર્ડર પાસે એક જંગલમાં ગુરુવારે સુરક્ષાબલો સાથે અથડામણ સાત નક્સલવાદીઓ માર્યા ગયા. નારાયણપુરના પોલીસ અધ્યક્ષ પ્રભાત કુમારે કહ્યું કે અથડામણ સવારે લગભગ 11 વાગ્યે શરૂ થઈ હતી, જ્યારે સુરક્ષાદળની ટિમ એક સંયુક્ત નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત નીકળી હતી. તેમણે જણાવ્યું હતું કે પોતાને ઘેરાયેલા જોઈ નક્સલી થોડી-થોડી વારે ગોળીબાર કરતાં હતા વળતી કાર્યવાહીમાં 7 નક્સલીઓ માર્યા ગયા.

સંયુક્ત ઓપરેશનમાં માર્યા ગયા આતંકી

પ્રભાતકુમારે કહ્યું કે સુરક્ષાદળની એક ટિમ નક્સલ વિરોધ અભિયાન પર નીકળી હતી. ઓપરેશનમાં દંતેવાડા, નારાયણપૂર અને બસ્તર જિલ્લાઓમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ, બસ્તર ફાઇટર્સ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઉપરાંત રાજ્ય પોલીસદળ પણ સામેલ હતું. અથડામણના સ્થળે થી સાત નક્સલીઓના મૃતદેહ અને હથિયારો મળ્યા હતા.

આ પણ વાંચો: મોટી નુકસાની કરવાના મનસૂબા પર પોલીસે ફેરવ્યું પાણી, નક્સલીઓએ કર્યો હતો બોમ્બ પ્લાન

અત્યાર સુધીમાં 112 નક્સલીનો ખાતમો

તેઓએ જણાવ્યુ કે, ઓપરેશન હજુ પણ ચાલુ જ છે. નક્સલીઓના જંગલમાં હોવાની માહિતી પોલીસને મળી હતી.આ જ આધારે છાપેમારી કરવામાં આવી. આ ઘટના સાથે જ આ વર્ષે રાજ્યમાં સુરક્ષાબલ સાથે જુદી-જુદી અથડામણમાં અત્યાર સુધીમાં 112 નક્સલીઓ માર્યા ગયા છે

એક જ મહિનામાં માર્યા ગયા કેટલાય નક્સલી

જણાવી દઈએ કે, 30 એપ્રિલે નારાયણ પૂર અને કાંકેર જિલ્લાની બોર્ડર પર એક જંગલમાં સુરક્ષાદળ સાથે અથડામણમાં ત્રણ મહિલાઓ સહિત 10 નક્સલીઓ માર્યા ગયા હતા. પોલીસના કહેવા પ્રમાણે 16 એપ્રિલે સુરક્ષાબલોએ કાંકેર જીલ્લામાં અથડામણ દરમિયાન 29 નક્સલીઓ માર્યા ગયા. 10 મી મે એ બીજાપૂર જિલ્લાના પીડિયા ગામ પાસે સુરક્ષાદળો સાથે અથડામણમાં 12 નક્સલીઓ માર્યા ગયા હતા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તારક મહેતાની સોનૂનું કમબેક લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર