આગ્રા ગેરકાયદે ધર્માતરણ રેકેટમાં મોટો ખુલાસો, પાકિસ્તાન કનેકશન પ્રકાશમાં આવ્યું | મુંબઈ સમાચાર

આગ્રા ગેરકાયદે ધર્માતરણ રેકેટમાં મોટો ખુલાસો, પાકિસ્તાન કનેકશન પ્રકાશમાં આવ્યું

આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રા ગેરકાયદે ધર્માતરણ રેકેટમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછતાછમાં પાકિસ્તાન કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું છે. તેમજ ધર્માતરણ લાવવામાં આવતી યુવતીઓની વાત પાકિસ્તાન અને કાશ્મીરમાં કરાવવામાં આવતી હતી. પાકિસ્તાન સ્થિત હેન્ડલર કાશ્મીરની યુવતીઓ સાથે તેમની મિત્રતા કરાવતો હતો.

અબ્દુલ રહમાન ક્રાઉડ ફંડીગ કરતો હતો

આ પૂછતાછમાં ખુલાસો થયો છે કે ધર્માતરણ કરાવનારી ગેંગ હિંદુ વિરુદ્ધ ઝેર ફેલાવતી હતી. તેમજ હિંદુ યુવતીઓનું બ્રેઈન વોશ કરવામાં આવતું હતું. ધર્માતરણ માટે લાવવામાં આવતી યુવતીઓએ કાશ્મીરની યુવતીઓના ગ્રુપમાં એડ કરવામાં આવતી હતી. આ ગ્રુપને પાકિસ્તાનથી ચલાવવામાં આવતું હતું. જયારે આરોપી અબ્દુલ રહમાન ક્રાઉડ ફંડીગ કરતો હતો. જયારે ક્રિપ્ટો સાથે ડોલર અને નાણાની પણ લેવડ દેવડ કરવામાં આવતી હતી.

હિંદુ યુવક અને યુવતીઓ જોડવા માટે ઓનલાઈન ગેમનો ઉપયોગ

આગ્રા પોલીસને મળેલી જાણકારી મુજબ ધરપકડ કરાયેલા આરોપીમાંથી ત્રણ લોકો ડાર્ક વેબની માહિતી ધરાવતા હતા. ડાર્ક વેબના માધ્યમથી લોકોથી વાત કરતા હતા. તેમજ પ્રતિબંધિત સિગ્નલ એપથી વાતચીત કરતા હતાં. તેમજ હિંદુ યુવક અને યુવતીઓ જોડવા માટે ઓનલાઈન ગેમનો ઉપયોગ કરવામાં આવતો હતો. લોકો લૂડો જેવી રમત રમીને યુવક અને યુવતીઓ સાથે જોડાતા હતાં.

અત્યાર સુધી 14 આરોપીઓની ધરપકડ

આગ્રા પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી અબ્દુલ રહમાન અને આયશા આ રેકેટને લીડ કરતા હતાં. અબ્દુલ રહમાન દિલ્હીના ફિરોઝાબાદનો રહેવાસી છે જેણે વર્ષ 1990માં ધર્મ પરિવર્તન કર્યું હતું. જયારે આયશા ગોવાની રહેવાસી છે. આ એટીએસ દ્વારા જેલમાં મોકલવામાં આવેલા કલીમ સિદ્દીકીનો સૌથી નજીકનો સાથી હતો. તેમજ જેટલા આરોપી પકડવામાં આવ્યા તે બધાના કનેકશન આયશા અને અબ્દુલ સાથે હતાં.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button