India US સબંધો માટે બાઈડેન વહીવટી તંત્ર શ્રેષ્ઠ, ટ્રમ્પથી નારાજ ભારતીય- અમેરિકન, સર્વેમાં ખુલાસો…

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તારૂઢ થયાને બે મહિના જેટલો સમય થયો છે. જેમાં ટ્રમ્પના આકરા નિર્ણયો અને વિવાદાસ્પદ નિવેદનોએ તેમને ચર્ચામાં રાખ્યા છે. જ્યારે ભારતીય-અમેરિકન સમુદાય સંબંધિત તાજેતરના એક સર્વેમાં આશ્ચર્યજનક પરિણામો બહાર આવ્યા છે. સર્વેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે ભારતીય અમેરિકન(India US) સમુદાય ટ્રમ્પથી નારાજ છે. મોટાભાગના લોકોનો મત છે કે જો કમલા હેરિસ રાષ્ટ્રપતિ બન્યા હોત તો તે ટ્રમ્પ કરતાં વધુ સારું હોત. આ ઉપરાંત ભારત-અમેરિકા સંબંધોમાં બાઈડેનના કાર્યકાળનું મૂલ્યાંકન વધુ સારું માનવામાં આવ્યું હતું.
Also read : X પર સાયબર એટેક, ઈલોન મસ્ક પરેશાન; આ હેકર ગ્રુપે જવાબદારી સ્વીકારી…
કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનત તો ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત બન્યા હોત
સર્વે મુજબ 53 ટકા લોકો માને છે કે જો કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હોત તો ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત બન્યા હોત. તે જ સમયે, 40 ટકા લોકો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થશે. તમને જણાવી દઈએ કે આ રિપોર્ટ ‘ભારતીય-અમેરિકન એટીટ્યુડ સર્વે 2024’ પર આધારિત છે. આ સર્વે કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ દ્વારા યુ ગવના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો હતો. 18 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર 2024 દરમિયાન 1206 ભારતીય-અમેરિકનોએ હાજરી આપી હતી.
31 ટકા લોકો માનતા હતા કે સંબંધોમાં સંતુલન હતું
સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતીય-અમેરિકન સમુદાયે બાઇડન વહીવટીતંત્રની ભારત તરફી નીતિને ટ્રમ્પ વહીવટીતંત્ર કરતાં થોડી સારી ગણાવી છે. લગભગ એક તૃતીયાંશ લોકો માને છે કે ટ્રમ્પ કે હેરિસ રાષ્ટ્રપતિ બને તો પણ ભારત-અમેરિકાના સંબંધો એવા જ રહેશે. બાઈડન વહીવટીતંત્રે ભારત સાથેના સંબંધોમાં મૂલ્યો અને વ્યૂહાત્મક હિતોનું સંતુલન કેટલું સારું રાખ્યું? આ અંગે કોઈ વ્યાપક સંમતિ ન હોવાનું જણાયું. 31 ટકા લોકો માનતા હતા કે સંબંધોમાં સંતુલન હતું, જ્યારે 28 ટકા લોકો માનતા હતા કે વ્યૂહાત્મક હિતોને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
Also read : લલિત મોદી ‘ન ઘરનો ન ઘાટનો’ આ ટાપુ દેશે પણ નાગરિકતા રદ કરી
ભારત યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે
સર્વે અનુસાર, 2020 થી 2024 દરમિયાન ભારતીય-અમેરિકનોમાં ભારત વિશે સકારાત્મક ધારણા વધી છે. 2020મા 36 ટકા લોકો માનતા હતા કે ભારત યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે, જ્યારે 2024માં આ આંકડો વધીને 47 ટકા થયો છે.