નેશનલ

૧ ફેબ્રુઆરીથી ભુજને દિલ્હીથી જોડતી ફ્લાઇટ થશે શરૂ

ભુજઃ લાંબા સમયની પડતર માંગ બાદ આખરે કચ્છના મુખ્ય મથક ભુજને રાજધાની દિલ્હી સુધી જોડતી એર ઇન્ડિયા દ્વારા સંચાલિત ૧૮૦ બેઠકોની ક્ષમતા ધરાવતી સીધી હવાઈ સેવા આગામી ૧ ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.

કેટલા વાગે ભરશે ઉડાન

આ અંગે ભુજ એરપોર્ટ ઓથોરિટીના પ્રવક્તા નવીન ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ઉડાન દરરોજ સાંજે ૫ અને ૫૦ કલાકે ભુજથી દિલ્હી સુધીની ઉડાન ભરશે, જ્યારે દિલ્હીથી ભુજ તરફની ફ્લાઈટ સાંજે ૪. ૫૫ કલાકે પ્રસ્થાન કરશે. હાલમાં ભુજથી દૈનિક ધોરણે બે મુંબઈ માટે અને એક અમદાવાદ માટે ફ્લાઈટસ ઓપરેટ થતી હોવાનું ગુપ્તાએ ઉમેર્યું હતું.

Also read: ક્યારે અટકશે આ સિલસિલો! વધુ 27 ફ્લાઇટ્સને મળી બોમ્બની ધમકી…

કચ્છ સ્થિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો અને બે મોટા બંદરોને કારણે આ સેવા મહત્વપૂર્ણ બનશે. અબડાસા તાલુકામાં વસતા સેંકડો પંજાબી ખેડૂતો, પૃથ્વી પરના સ્વર્ગ કાશ્મીર જતા પ્રવાસીઓ અને ઉત્તર ભારતથી કચ્છ આવતા મુલાકાતીઓને આ નવી હવાઈ સેવાનો મોટો લાભ મળશે. આ નવી હવાઈ સેવાથી પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્રે વધુ વિકાસની અપેક્ષા રાખવામાં આવી રહી હોવાનું કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેશ ભટ્ટે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button