ટોપ ન્યૂઝનેશનલ

Hathras દુર્ઘટના બાદ પ્રથમ વાર આવ્યું ભોલે બાબાનું નિવેદન, કહ્યું ઘટનાથી ખૂબ જ વ્યથિત

હાથરસ: યુપીના હાથરસમાં(Hathras)સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભોલે બાબાનું પ્રથમ નિવેદન શનિવારે સામે આવ્યું છે. જેમાં તેમણે દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને સરકાર અને વહીવટીતંત્ર પાસે અપેક્ષા વ્યક્ત કરી હતી કે અરાજકતા ફેલાવનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. આ કેસના મુખ્ય આરોપી મધુકરની શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે.

મધુકર પર એક લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું


| Also Read: Rahul Gandhi in Hathras: રાહુલ ગાંધી હાથરસ નાસભાગ પીડિતોને મળ્યા, પરિવારરોએ વ્યથા સંભળાવી


પોલીસે નાસભાગની ઘટનાના મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકર વિશે માહિતી આપનારને 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. ઘટના બાદ મધુકર ફરાર થઈ ગયો હતો. આરોપીની શોધમાં યુપી પોલીસે રાજ્ય તેમજ પડોશી રાજસ્થાન, દિલ્હી અને હરિયાણામાં શોધખોળ શરૂ કરી હતી. જો કે આખરે તેની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે સાત લોકોની ધરપકડ કરી

આ મામલામાં નોંધાયેલી એફઆઈઆરમાં માત્ર મુખ્ય સેવાદાર મધુકરને આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે અને સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ એફઆઈઆર હાથરસના સિકંદર રાવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી જેમાં મધુકર ઉપરાંત ‘કેટલાક અજાણ્યા આયોજકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને આ કેસમાં અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. મધુકર પહેલા છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.


| Also Read: Hathras: શું પોલીસને મળ્યું ભોલે બાબાનું લોકેશન ? આશ્રમ ધેર્યો, સપ્લાઈ થઈ રહ્યો છે ખોરાક


આ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

પોલીસે કલમ 105 , 110, 126 (2), 223 , 238ની કલમો નોંધી છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારે બુધવારે હાથરસ દુર્ઘટનાની તપાસ માટે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરી હતી. પંચ એ પાસાથી પણ તપાસ કરશે કે શું આ ઘટના ષડયંત્ર હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત