18 મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ભર્તુહરિ મહતાબની નિમણૂક

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ (Droupadi Murmu) ભાજપના સાંસદ ભર્તુહરિ મહતાબને (Bhartuhari Mahatab) 18મી લોકસભા માટેના પ્રોટેમ સ્પીકર તરીકે નિમ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ આ જાણકારી આપી હતી અને કહ્યું હતું કે 18મી લોકસભાના સ્પીકરની ચુંટણી સુધી ત્યાં તે પદની તમામ જવાબદારીઓ તેઓ સંભાળશે.
કિરણ રિજીજુએ તેમની X પોસ્ટમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમોએ લોકસભાના સદસ્ય ભર્તુહરિ મહતાબને બંધારણની 95 (1) મુજબ પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કર્યા છે. આથી તેઓ લોકસભા અધ્યક્ષ પદની ચૂંટણી સુધી અધ્યક્ષની જવાબદારીઓ સંભાળી શકે. આ સાથે જ રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 99 મુજબ લોકસભાના સભ્ય સુરેશ કોડીકુન્નીલ, થલીક્કોટ્ટઇ, રાજુતેવર બાલુ, રાધામોહન સિંહ, ફગ્ગનસિંહ અને સુધીર બધોપધ્યાયને અધ્યક્ષની ચૂંટણી સુધી 18 મી લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યોને શપથ આપવા માં પ્રોટેમ સ્પીકરની સહાયતા માટે નિયુક્ત કર્યા છે.