ભારતના આ પાંચ દેશી હથિયારોએ રંગ રાખતા પાકિસ્તાનની ઊંઘ કરી હરામ, જાણો યાદી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા યુદ્ધમાં અમેરિકાએ દખલ કરીને યુદ્ધ વિરામ કરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસથી ગોળીબાર થયો હતો. ભારતે આ ચાર દિવસોમાં પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. મહત્વની વાત એ છે કે, આ દરમિયાન ભારતે પાકિસ્તાન પર ‘મેડ ઈન ઈન્ડિયા’ હથિયારોનો ઉપયોગ કર્યો અને દુનિયાને દેખાડી દીધું કે, ભારત હવે કોઈના દબાવમાં રહેશે નહીં! પાકિસ્તાન પર આપણે સ્વદેશી હથિયારોથી હુમલો કર્યો અને આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યાં હતાં. તો ચાલો જાણીએ ભારતે ક્યાં સ્વદેશી હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
- બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ

સૌથી પહેલા ભારતના બ્રહ્માસ્ત્ર બ્રહ્મોસની વાત કરીએ. ભારતે ઓપરેશન સિંદૂરમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. જેના દ્વારા પાકિસ્તાનના લશ્કરી એરબેઝને તબાહ કરવામાં આવ્યું હતું. બ્રહ્મોસ સંપૂર્ણ રીતે મેડ ઈન ઈન્ડિયા છે અને તે સૌથી ઘાતક અને પ્રતિષ્ઠિત પણ ગણાય છે. આ એવી મિસાઈલ છે જેને ભારતીય સેના, નૌસેના અને વાયુ સેના પણ ઉપયોગ કરી શકીએ છીએ. તેનો અર્થ એ થયો કે, આ મિસાઈલને જમીન, આસમાન અને પાણી એમ ત્રણેય જગ્યાએ ફાયર કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઈલની રેન્જ 290 થી 500+ કિલોમીટર છે. તે 2.8થી 3.0 મેક એટલે કે ધ્વનિ કરતા લગભગ 3 ગણી ઝડપે ફાયર થયા છે.
- નાગાસ્ત્ર-1

પાકિસ્તાન પર કરેલા હુમલામાં ભારતે નાગાસ્ત્ર-1 ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ આત્મઘાતી ડ્રોન નાગાસ્ત્ર-1 સંપૂર્ણ રીતે સ્વદેશી છે. તેની બનાવટની વાત કરવામાં આવે તો, નાગપુર સ્થિત સોલાર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેને બનાવામાં આવ્યો છે. નાગસ્ત્ર-1 એક માણસ-પોર્ટેબલ સશસ્ત્ર ડ્રોન સિસ્ટમ છે. જે દુશ્મને હવામાં જ ખતમ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ ડ્રોન જ્યારે હવામાં ઉડે છે ત્યારે દુશ્મનને ટાર્કેટ કરીને તેના પર હુમલો કરે છે.
- આકાશ મિસાઇલ સિસ્ટમ

સ્વદેશી હથિયારની વાત આવે તો આકાશ મિસાઈલને કેવી રીતે ભૂલી શકાય છે? પાકિસ્તાન પર જવાબી હુમલામાં ભારતે આકાશ મિસાઈલ રક્ષા સિસ્ટમનો ઉપયોગ કરીને પાકિસ્તાની ડ્રોનને હવામાં જ તોડી પાડ્યાં હતાં. આકાશ મિસાઈલ રક્ષા સિસ્ટમ સંપૂર્ણ રીતે મેડ ઈન ઈન્ડિયા છે. પાકિસ્તાને 8મી મે અને 9મી મેની રીત્રે ભારત પર ડ્રોન હુમલો કર્યો હતો. આ દરમિયાન આકાશ મિસાઈલ રક્ષા સિસ્ટમએ દરેક પાકિસ્તાની ડ્રોનને નાકામ કરી દીધા હતાં.
- એન્ટી-ડ્રોન ડી-4 સિસ્ટમ

ભારતે પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂરમાં અન્ટી ડ્રોન ડી-4 સિસ્ટમનો પણ ઉપયોગ કર્યો હતો. આ ડ્રોનને DRDO એટલે કે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને વિકસિત કર્યાં અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા બનાવ્યા હતાં. આ ડ્રોન ડિટેક્ટ, ડિટર, ડિસ્ટ્રોય (D4) સિસ્ટમ છે. તે ઉડતા ડ્રોનને રીઅલ-ટાઇમ ડિટેક્શન, ડિટેક્શન, ટ્રેકિંગ અને ન્યુટ્રલાઇઝેશન જેવી આધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ દુશ્મને ગુમરાહ કરવા માટે આ ડ્રોનમાં જીપીએસ સ્પુફિંગ અને રેડિયો ફ્રીક્વન્સીઝ જેવી સુવિધા પણ વિકસાવામાં આવી છે.
- આત્મઘાતી સ્કાયસ્ટ્રાઇકર ડ્રોન

ભારતે પાકિસ્તાન પર હુમલો કરવા માટે અનેક પ્રકારના ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. જેમાં એક સ્કાયસ્ટ્રાઈકર ડ્રોનનો પણ સમાવેશ થાય છે. સ્કાયસ્ટ્રાઇકર એ આત્મઘાતી ડ્રોન છે. જો કે, આ ડ્રોન સંપૂર્ણ રીતે મેડ ઇન ઇન્ડિયા નથી. કારણે કે, સ્કાયસ્ટ્રાઇકર ડ્રોનને ભારતે ઇઝરાયલ સાથે મળીને સંયુક્ત રીતે બનાવ્યો છે. સ્કાયસ્ટ્રાઇકર ડ્રોને દૂરના ટાર્ગેટ પર પણ ચોક્સાઈથી હુમલો કરી શકે છે. સ્કાયસ્ટ્રાઇકર ડ્રોન 5થી 10 કિલો વિસ્ફોટકો લઈને સતત 2 કલાક સુધી ઉડી શકે છે.
ભારતે કરેલી જવાબી હુમલામાં પાકિસ્તાને ઘણું નુકસાન પહોંચ્યું છે, તેની ભારતીય સેનાએ સેટેલાઈટ તસવીરો પણ બતાવી હતી. એએટલું જ નહીં પરંતુ ખૂદ પાકિસ્તાને પણ એ સ્વીકાર્યું છે કે, ભારતે કરેલા હુમાલામાં પાકિસ્તાનના લશ્કરી એરબેઝને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારતીય સેનાના ત્રણેય પ્રમુખોએ આજે કરેલી પ્રેસમાં કહ્યું જ છે કે, અમે દરેક રીતે તૈયાર છીએ અને પાકિસ્તાન પર જ્યારે અને જ્યા ઈચ્છીએ ત્યાં પાકિસ્તાન પર હુમલો કરી શકીએ છીએ.