નેશનલ

‘ભારત જોડો ન્યાય યાત્રા’નું મુંબઈમાં આ તારીખે થશે સંપન્ન, શિવાજીપાર્કમાં જનસભા યોજાશે

મુંબઈ: શિવાજી પાર્કમાં 17મી માર્ચે કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમ જ સાંસદ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra)નું સમાપન થશે અને એ સાથે જ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે.

આ નિમિત્તે શિવાજી પાર્કમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૉંગ્રેસ સહિત ‘I.N.D.I.A.’ ગઠબંધનના બધા જ પક્ષોના પ્રમુખ નેતાઓ હાજર રહેશે, તેમ કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોળેએ જણાવ્યું હતું.

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા 12 માર્ચે નંદુરબારથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે અને 17 માર્ચે મુંબઈમાં તેનું સમાપન થશે, જ્યાં લોકસભાની ચૂંટણીનો શંખનાદ કરવામાં આવશે. યાત્રાની સમાપન સભા શિવાજી પાર્ક મેદાનમાં યોજવાની પરવાનગી માગવામાં આવી છે. અમને આશા છે કે પરવાનગી આપવા વિશે કોઇ રાજકારણ રમવામાં નહીં આવે.

જોકે, પરવાનગી આપવા મુદ્દે કોઇ રાજકારણ રમવામાં આવે તેમ નથી. કારણ કે રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે મોડી સાંજે રાજ્ય સરકાર તરફથી રાહુલ ગાંધીની શિવાજી પાર્ક ખાતેની સભાને મંજૂરી આપી દેવામાં આવી હતી. નાના પટોળેએ આ દરમિયાન ભાજપ ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપ પાસે હવે કોઇ સક્ષમ ઉમેદવાર નથી અને એટલે તે બીજા પક્ષના નેતાઓને ચોરીને લાવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button