નેશનલ

ભારત બંધઃ વિરોધ પ્રદર્શન વચ્ચે SDM સાહેબની થઈ ધોલાઈ, વીડિયો વાઈરલ

મુંબઈઃ ભારત બંધને કારણે દેશમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યમાં લોકોએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. બંધ દરમિયાન પટણામાં સમર્થકોને કાબૂમાં રાખવા માટે પોલીસે જોરદાર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બંધને કારણે દેશના અમુક રાજ્યોમાં પરિવહન સેવા પર અસર પડી હતી, પરંતુ એની વચ્ચે પટણામાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો.

પટણામાં પ્રદર્શન દરમિયાન પોલીસે ડાકબંગલા ખાતે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. એ વખતે પોલીસે પ્રદર્શનકારીઓને રોક્યા હતા. પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. એ વખતે ભીડમાં રહેલા એસડીએમ (Sub Divisional Magistrate) શ્રીકાંત ખાંડેકરની પણ પોલીસના જવાનોએ ભૂલથી દંડા માર્યા હતા.

ભીડમાં સિવિલ ડ્રેસમાં એસડીએમ છે, જેની જવાનોને કોઈ જાણકારી પણ નહોતી. અધિકારીને પ્રદર્શનકારી સમજીને બે-ચાર દંડા ફટકારી દીધા હતા. પોલીસના જવાનોએ એસડીએમ પર દંડા માર્યા એનો વીડિયો પણ વાઈરલ થયો હતો.
સોશિયલ મીડિયામાં બિહાર બંધ ટ્રેન્ડિંગમાં

આ પણ વાંચો: Bharat Bandh : આજે ભારત બંધનું એલાન, આ રાજ્યોમાં જોવા મળશે અસર

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોને શેર કરીને અનેક યૂઝરે પોલીસની કાર્યવાહી અંગે સવાલો ઊઠાવ્યા હતા. બીજા એક યૂઝરે લખ્યું હતું કે પટણા મેં લાઠીચાર્જ દૌરન એક પોલીસવાલેને એસડીએમ સાહબ કો લાઠી માર દી. યહીં તો બિહાર હૈ, જિસે સફેદ શર્ટ વાલે શખ્સ કો આપ દેખ રહે હૈ વહ એસડીએમ હૈ. સોશિયલ મીડિયા પર બિહાર સાથે બિહાર બંધ ટ્રેન્ડ ચાલ્યું હતું, જ્યારે વીડિયો પણ જોરદાર વાઈરલ થયો હતો.

અંધાધૂંધી ફેલાવનારા સામે પગલાં

બિહારમાં વિરોધ પ્રદર્શનની વચ્ચે અમુક વિસ્તારોમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી, જ્યારે જિલ્લા પ્રશાસન દ્વારા પણ આદેશો આપવામાં આવ્યા હતા કે કોઈ પણ પ્રકારની ગેરવ્યવસ્થા કે અંધાધૂંધીને ચલાવી લેવાશે નહીં. જનજીવનને અસર કરનારા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. અનેક લોકોની સામે પણ એફઆઈઆર કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વિરોધ

સુપ્રીમ કોર્ટે એસએસી અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાના નિર્ણયની વિરોધમાં દલિત સંગઠનો દ્વારા આજે ભારત બંધની જાહેરાત કરી હતી. બિહારના મધુબની, આરામાં ટ્રેનો રોકવામાં આવી હતી, જ્યારે અમુક જિલ્લામાં આગજનીના બનાવો નોંધાયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો