નેશનલ

Bharat Bandh : પટનામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, લાઠીચાર્જ કરાયો

પટના : બિહારમાં ભારત બંધની(Bharat Bandh)વધારે અસર જોવા મળી રહી છે. જેમાં બિહારના અલગ અલગ શહેરોમાં સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. બંધ દરમ્યાન પટનામાં પોલીસ પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ પ્રદર્શનકારીઓ રેલીને ગાંધી મેદાનથી આગળ લઇ જવા માંગતા હતા. પોલીસે તેમને રોકવા માટે બેરીકેટ રાખ્યા હતા. પરંતુ આક્રોશમાં આવીને પ્રદર્શનકારીઓએ આ બેરીકેટ તોડી નાખ્યા અને રેલી આગળ લઇ જતાં હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ આ પ્રદર્શનકારી  આગળ વધતાં ડાક બંગલા ચાર રસ્તા સુધી પહોંચી ગયા હતા. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.

ટ્રેન અને બસ સેવાને અસર

આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિ અને વિવિધ સંગઠનોના ભારત બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે. અહીં  સવારથી જ પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ટ્રેન અને બસ સેવાને અસર થઈ છે. ઘણી જગ્યાએ ટ્રેનો રોકવામાં આવી હોવાના અહેવાલ છે.

બિહારમાં બંધની અસર વધુ

રાજ્યમાં ઘણી જગ્યાએ નેશનલ હાઈવે બ્લોક થઈ ગયાના અહેવાલ છે. જેના કારણે વાહનોની અવરજવર પર પણ અસર પડી છે. બિહારમાં ભારત બંધને આરજેડી, એલજેપી (આર) જેવા પ્રાદેશિક પક્ષોનું સમર્થન મળ્યું છે. જેના લીધે  બિહારમાં બંધની અસર વધુ જોવા મળી રહી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button