નેશનલવેપાર

Gold માં રોકાણ માટે બેસ્ટ ટાઈમ, ભાવમાં જબરજસ્ત તેજીના સંકેત

Mumbai: Goldમા કમાણીની રાહ જોઇ રહેલા રોકાણકારો માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં સંકેત મળી રહ્યા છે કે આગામી દિવસોમાં ફરી એકવાર ભાવમાં તેજી જોવા મળશે. સોનાની કિંમતોમાં વધારો થતાં રોકાણકારોને કમાણીની મોટી તક મળી શકે છે.

આ કારણોથી સોનાની ચમક વધશે

વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેંકના અહેવાલ મુજબ નજીકના ભવિષ્યમાં સોનાના ભાવમાં વધારો થવાનો છે. વૈશ્વિક બેંકિંગ કંપનીઓ માને છે કે સોનું જોખમથી બચાવના સાધન તરીકે લોકપ્રિય બની રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં સોનાના ભાવમાં આવેલી જબરદસ્ત તેજીને કારણે વૈશ્વિક રોકાણકારો જે તેનાથી દૂર રહ્યા હતા, તેઓ ફરીથી સોનાના બજારમાં પ્રવેશ કરી શકે છે. ખાસ કરીને યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડા બાદ વેસ્ટર્ન કેપિટલ ફરી ગોલ્ડ માર્કેટ તરફ વળે તેવી શક્યતા છે.

2,700 ડૉલર સુધી પહોંચવાની અપેક્ષા

વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેંકનો અંદાજ છે કે આવતા વર્ષની શરૂઆતમાં સોનું ડૉલર 2,700 સુધી પહોંચી શકે છે. આજે, વૈશ્વિક બજારમાં સોનું લગભગ 1 ટકા ઉછળ્યું છે અને ઔંસ દીઠ ડૉલર 2,507 પર ટ્રેડ કરી રહ્યું છે. જો અંદાજ સાચો સાબિત થાય તો આગામી 5 થી 6 મહિનામાં સોનાની કિંમતમાં 7 થી 8 ટકાનો વધારો થઈ શકે છે.

કિંમત 78 હજાર રૂપિયા સુધી જઈ શકે છે

સ્થાનિક બજાર પર નજર કરીએ તો શુક્રવારે એમસીએક્સ પર સોનું 72 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આ કિંમત ઓક્ટોબરમાં ડિલિવરી માટેના ભાવિ કરારની છે. જો વિદેશી બજાર પ્રમાણે સ્થાનિક બજારમાં ભાવ વધે છે તો અહીં પણ આગામી 5-6 મહિનામાં સોનામાં 7-8 ટકાનો વધારો થઈ શકે છે. મતલબ કે આવતા વર્ષની શરૂઆતમાં સ્થાનિક બજારમાં સોનું 78 હજાર રૂપિયા સુધી જઈ શકે છે.

આ વર્ષે સોનું 21 ટકા મોંઘુ

આ વર્ષે સોનાના ભાવમાં ઐતિહાસિક વધારો થયો છે. આ વર્ષે વિદેશી બજારમાં સોનું 21 ટકા મજબૂત બન્યું છે. ગયા મહિને સોનાના ભાવ નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. 20 ઓગસ્ટે વિદેશી બજારમાં સોનાની કિંમત 2,531.60 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી.

સ્થાનિક બજારમાં 16 ટકાનો વધારો

આ વર્ષે સ્થાનિક બજારમાં પણ સોનું ઘણું મજબૂત બન્યું છે. આ વર્ષની શરૂઆતમાં MCX પર સોનું 62 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક ટ્રેડ થઈ રહ્યું હતું. હાલમાં તેની કિંમત 72 હજાર રૂપિયાની નજીક છે. એટલે કે આ વર્ષે અત્યાર સુધીમાં સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં 16 ટકાથી વધુનો વધારો થયો છે. જુલાઈમાં રજૂ કરાયેલા સંપૂર્ણ બજેટમાં ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાથી સ્થાનિક બજારમાં સોનાની તેજીને કંઈક અંશે કાબૂમાં લેવામાં આવી હતી.

Also Read –

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?