બેંગલુરુ હાલ પાણી માટે વલખાં મારી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં બોરવેલ સુકાઈ ગયા છે. લોકો તેમની રોજીંદી જરૂરિયાતો માટે પાણીના ટેન્કર પર નિર્ભર બન્યા છે. આજ તકે RR નગરના રહેવાસીઓ સાથે વાત કરી, જેમણે કહ્યું કે તેમને પાણી મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. બેંગલુરુના RR નગરમાં એકમાત્ર RO પ્લાન્ટ ચાલુ છે, જેની બહાર એક પોસ્ટર ચોંટાડવામાં આવ્યું છે. 20 લિટર પાણી માટે 5 રૂપિયા વસૂલવામાં આવે છે. RO પ્લાન્ટ સવારે 7 વાગ્યે થી સવારે 9 વાગ્યા સુધી પાણીનો પુરવઠો ચાલુ રહે છે, ત્યારબાદ પાણી પુરવઠો બંધ થઈ જાય છે. જો તમે એક મિનિટ મોડા પહોંચશો તો પણ તમારે સાંજ સુધી પાણી વિના રહેવું પડશે. કારણ કે RO પ્લાન્ટ સાંજે 5 વાગ્યે ફરી ખુલે છે.
મીડિયા સાથે વાત કરતાં એક સ્થાનિક નિવાસીએ કહ્યું કે આ વિસ્તારમાં પાણીની સમસ્યા ઘણી વધી ગઈ છે. તે જણાવે છે જો અમે એકથી વધુ વાસણ લઈને પાણી ભરવા જઈએ છીએ તો હાજર અધિકારી અમને પાછા મોકલી દે છે. આમરી વાત સાંભળનારું અહી કોઈ નથી. તેઓ વધુમાં જણાવે છે કે મારી સાથે પાણી ભરવા આવતા બાળકોને પણ તેઓ પાછા મોકલી રહ્યા છે. અમારા ઘરમાં 6 સભ્યો છે પાણી પૂરું પડતું નથી. તે જણાવે છે કે તે પોતે 71 વર્ષની છે અને મારે પાણીની લાઇનમાં ઊભું રહેવું પડે છે.
આ વિસ્તારના દરેક લોકોને પાણીને લઈને ઝાલકી ભોગવવી પડી રહી છે. એક સ્થાનિક જણાવે છે કે પાણી આ સમસ્યા છેલ્લા ત્રણ મહિનાથી ભોગવી રહ્યા છીએ. તે કહે છે કે ખાનગી ટેન્કરો જે 600-1,000 રૂપિયા ચાર્જ કરતા હતા તે હવે 2,000 રૂપિયાથી વધુ ચાર્જ કરી રહ્યા છે. દિવ્યાએ કહ્યું કે જ્યારે સરકારે ખાનગી ટેન્કરોને તેમના ભાવ ઘટાડવા કહ્યું, ત્યારે તેઓએ તેમના વિસ્તારમાં આવવાનું બંધ કરી દીધું. દિવ્યાએ કહ્યું કે હું રોજ સરકારને ઈમેલ મોકલું છું પણ કોઈ ફાયદો થતો નથી.