બેંગલુરુ: અઝાનની નમાજ દરમિયાન હનુમાન ચાલીસા બંધ ન કરતા દુકાનદાર પર હુમલો

દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી કોમી હુમલાઓની ઘટનાઓ પણ વધી છે. કર્ણાટકના બેંગલુરુ નજીક નાગરથપેટમાં અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડવા બદલ દુકાનદારને માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે દુકાનદારે આરોપ લગાવ્યો હતો કે માર મારવાની સાથે છરી વડે હુમલો કરવાની પણ ધમકી આપવામાં આવી હતી.
મીડિયા અહેવાલ મુજબ દુકાનદારના જણાવ્યા મુજબ તે સાંજે 6 વાગ્યે હનુમાન ભજન વગાડી રહ્યો હતો અને તેમાં હનુમાન ચાલીસા સહિતના ઘણા ગીતો હતા. આ દરમિયાન તોફાની તત્વોએ તેને ધમકાવવાનું શરૂ કર્યું કે જો સ્પીકર વગાડશે તો તેઓ મને મારી નાખશે. અઝાનનો સમય છે અને આ દરમિયાન ભજન ન વગાડો. જ્યારે તેમની સામે આવ્યો તો તેમણે ગળું પકડીને મને માર માર્યો હતો. આ દરમિયાન પણ તેને ચાકુથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
પિડીત દુકાનદારે વધુમાં કહ્યું કે હુમલો કરનારાઓમાં હું 2 થી 3 લોકોને ઓળખું છું, કારણ કે તેઓ નજીકમાં રહે છે. આ હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો દુકાનદાર પર હુમલો કરતા જોવા મળે છે.
દુકાનદાર પર હુમલાના મામલે પોલીસે જણાવ્યું હતું કે, “કેટલાક મુસ્લિમ યુવાનોએ દુકાનદાર સાથે તકરાર કર્યા બાદ તેની મારપીટ કરી હતી.” આ ઘટના બાદ હલાસુરુ ગેટ પોલીસ લિમિટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.