નશામાં ધૂત યુવતીઓ રસ્તા પર હાઇ-વોલ્ટેજ ડ્રામા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…

બેંગલુરૂ: બેંગલુરૂમાં એક હાઈ-વોલ્ટેજ ડ્રામાની ઘટના પ્રકાશમાં આવી છે. બેંગલુરુના રસ્તાઓ પર નશામાં ધૂત બે મહિલાઓએ હાઇ-વોલ્ટેજ ડ્રામા કર્યો હતો. સામાન્ય ટક્કરમાં મામલો મારામારી પર આવી પહોચ્યો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ યુવતીઓ કેબ ડ્રાઈવરને તો માર્યો જ પરંતુ મામલો શાંત કરવા માટે વચ્ચે આવેલા લોકો સાથે પણ ગેરવર્તન કર્યું હતું. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.
ટક્કર મારવાનું કારણે પૂછતા યુવતીએ મારામારી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ બંને યુવતીઓ પોતાના દોસ્તોને મળીને આવી રહી હતી. પહેલા તો આ યુવતીઓએ પોતાના બાઈકથી કેબને ટક્કર મારી હતી. જ્યારે કેબ ડ્રાઈવરે આ ટક્કર કેમ મારી? તેવું પૂછ્યું ત્યો યુવતીઓ બબાલ કરવા લાગી હતી. બંને યુવતીએ ડ્રાઈવરને અપશબ્દો બોલ્યાં અને પછી હેલ્મેટ વડે માર પણ માર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ યુવતીઓએ પોતાની સાથે રાખેલી એક ચેન વડે ડ્રાઈવરને માર્યો હતો. આ દરમિયાન મામલો શાંત કરવા માટે લોકો વચ્ચે પડ્યાં તો તેમની સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું.
યુવતીઓએ લોકોને ગાળો આપી અશ્લીલ હરકતો કરતી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં યુવતીઓએ ભીડના અન્ય સભ્યોને ગાળો આપતી અને અશ્લીલ હરકતો કરતી જોવા મળે છે. ભીડના કેટલાક સભ્યોએ મહિલાઓ પર અપશબ્દો પણ ફેંક્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો મામલો શાંત કરવા માટે પ્રયત્ન કરી રહ્યાં હતાં. ત્યારે એક યુવતીએ લોકોને લાત મારી હતી. આ મામલે પોલીસને જાણ કરી દેવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
લીઝા અને મૈથ્યુ સામે પોલીસે કેસ દાખલ કર્યો
પોલીસે જ્યારે યુવતીઓને શાંત કરાવવા માટે પ્રયત્ન કર્યો તો પણ યુવતીઓ શાંત ના થઈ અને લાત મારવાનું ચાલુ રાખ્યું હતું. બંને યુવતીઓ પોલીસનું કહ્યું માન્યુ નહીં તો તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. આ દરમિયાન પણ યુવતીએ અભદ્ર ઈશારા કરવાનું ચાલું રાખ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે આ બંને યુવતીનું નામ લિસા અને મેથ્યુ છે. બંને યુવતીઓ પર પોલીસે કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.



