બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુ(Bengaluru)માં આવેલા રામેશ્વરમ કાફે(Ramesvaram Café)માં ગઈ કાલે શુક્રવારે (1 માર્ચ) બપોરે થયેલા બોમ્બ બ્લાસ્ટ(Bomb Blast) થયો હતો, સુત્રોના જણાવ્યા મુજબ કાફેમાં બોમ્બ રાખનાર શખ્સની ઓળખ થઈ ગઈ છે. આ અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારે કહ્યું કે, સીસીટીવીની મદદથી આરોપીની ઓળખ થઈ ગઈ છે. આરોપીની ઉંમર 28 થી 30 વર્ષની વચ્ચે છે. તેણે કાફેની અંદર વિસ્ફોટકથી ભરેલી બેગ રાખી હતી. બેગ મૂક્યાના થોડા સમય બાદ વિસ્ફોટ થયો અને લગભગ દસ લોકો ઘાયલ થયા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંગલુરુ પોલીસે આ કેસમાં એક શખ્સની અટકાયત પણ કરી છે. આરોપી બેંગલુરુનો રહેવાસી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્યુરોની વિશેષ ટીમ તેની પૂછપરછ કરી રહી છે.
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શુક્રવારે જ પુષ્ટિ કરી હતી કે વિસ્ફોટ IED દ્વારા થયો હતો. આરોપી કેફેમાં ગયો હતો અને રવા ઈડલીની કૂપન લીધી હતી, પરંતુ તે ખાધા વિના જ નીકળી ગયો હતો. આ સમય દરમિયાન તેણે IEDથી ભરેલી બેગ કેફેમાં જ છોડી દીધી હતી.
આ બોમ્બ બ્લાસ્ટનો એક સીસીટીવી વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થોડીક સેકન્ડના આ વીડિયોમાં વિસ્ફોટની ઘટના દેખાઈ રહી છે. વિસ્ફોટ બાદ લોકો ઘટનાસ્થળેથી ભાગતા જોવા મળી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને