(function () { const isHomepage = window.location.pathname === "/"; const isCategoryPage = window.location.pathname.includes("News"); if (isHomepage) { _taboola.push({ homepage: "auto" }); } else if (isCategoryPage) { _taboola.push({ category: "auto" }); } else { _taboola.push({ category: "auto" }); } !(function (e, f, u, i) { if (!document.getElementById(i)) { e.async = 1; e.src = u; e.id = i; f.parentNode.insertBefore(e, f); } })( document.createElement("script"), document.getElementsByTagName("script")[0], "//cdn.taboola.com/libtrc/thebombaysamachar/loader.js", "tb_loader_script" ); if (window.performance && typeof window.performance.mark === "function") { window.performance.mark("tbl_ic"); } })();
નેશનલ

નરાધમોનો આતંક: શ્રદ્ધા વાલકરની જેમ મહિલાની હત્યા,ફ્રિજમાં રાખ્યો મૃતદેહ

બેંગલુરુ: દિલ્હીનો નરાધમ આફતાબ આમીન પૂનાવાલા તો બધાને જ યાદ હશે જેણે મુંબઈની 27 વર્ષની યુવતી અને તેની પોતાની જ ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વાલકરની હિચકારી હત્યા કરી હતી અને તેના મૃતદેહના 35 ટુકડા કરીને તેને દિવસો સુધી ફ્રિજમાં રાખી મૂક્યા હતા. આવા જ અનેક રાક્ષસો હયાત છે અને તેનો પુરાવો બેંગલુરુમાં થયેલી વધુ એક માસૂમ યુવતીની થયેલી હત્યા છે.

બેંગલુરુના વય્યાલિકાવલ વિસ્તારના વિરન્ના રોડ પર આવેલા ત્રણ માળના મકાનમાં આ ઘટના બની હતી. ઘરમાંથી જ્યારે અત્યંત દુર્ગંધ આવવા માંડી ત્યારે યુવતીની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો. આ જ મકાનના પહેલા માળ પર રહેતી મહાલક્ષ્મી નામની યુવતીની હત્યા કરીને શ્રદ્ધા વાલકરની જેમ જ હત્યારાએ તેનો મૃતદેહ ફ્રિજમાં મૂૂકી દીધો હતો. આ હત્યારાએ પણ આફતાબે કરેલું મૃતદેહના ટુકડા કરવાનું હિચકારું કૃત્ય કર્યું હતું.

જોકે, ચિંતાનો વિષય એ છે કે હજી સુધી મહાલક્ષ્મીની હત્યા કરનાર વ્યક્તિ પોલીસના સકંજામાં સપડાયો નથી અને ફરાર છે. પોલીસે કરેલી પ્રાથમિક તપાસ મુજબ મહાલક્ષ્મીની હત્યા ચારથી પાંચ દિવસ કરવામાં આવી હોય તેવી શક્યતા છે.
તપાસમાં મહાલક્ષ્મી 26 વર્ષની હોવાનું તેમ જ અન્ય રાજ્યમાંથી કર્ણાટકમાં આવીને વસી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, મહાલક્ષ્મી છેલ્લાં ઘણા સમયથી બેંગલુરુમાં રહેતી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. હત્યારાને પકડવા માટે પોલીસે ટીમ તૈયાર કરી છે અને તે સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે મહાલક્ષ્મીની હત્યામાં તેના નજીકના-જાણકારોની સંડોવણી હોઇ શકે. જોકે હજી સુધી આ મામલે કોઇ નક્કર પુરાવા પોલીસના હાથમાં નથી લાગ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button