નેશનલ

બેંગલુરુમાં માવઠું; રસ્તાઓ પાણીમાં ગરકાવ, 3 વર્ષના બાળકનું મોત

બેંગલુરુ: શિયાળાની વિદાય બાદ હવે ધીમે ધીમે સુરજ તપી રહ્યો છે, બપોરના સમયે સખત તાપ વર્તાઈ રહ્યો છે, એવામાં દેશના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલે શનિવારે મેઘરાજાએ કર્ણાટકની રાજધાની બેંગલુરુ શહેરને ધમરોળ્યું (Rain in Bengaluru) હતું, ભારતીય હવામાન વિભાગ(IMD)જણાવ્યા મુજબ બેંગલુરુ શહેરમાં સવારે 8.30 થી રાત્રે 8.30 વાગ્યા સુધી ભારે પવન સાથે 3.6 મીમી વરસાદ નોંધાયો હતો. અણધાર્યા વરસાદને કારને શહેરમાં જનજીવનને માઠી અસર પહોંચી હતી, શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. ઝાડ પડતા એક બાળકનું મૃત્યું થયું હતું.

હવામાનમાં આવેલા પરિવર્તનથી બેંગલુરુના રહેવાસીઓને ગરમીથી રાહત મળી છે, પરંતુ સામે વધુ હાલાકી ભોગવવી પડી હતી. જોરદાર પવન સાથે વરસાદ પાડવાને કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડી જવાની ઘટનાઓ પણ બની. ઝાડ પાડવાને કારણે એક બાળકનું મોત થવાની દુ:ખદ ઘટના બની હતી.

કર્ણાટકના નાગરિક સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે બેંગલુરુમાં ભારે વરસાદ દરમિયાન ઝાડ પડવાથી ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે, શહેરમાં લગભગ 30 વૃક્ષો ધરાશાયી થયા હતાં. બેંગલુરુ ગ્રામીણ જિલ્લામાં કેટલાક સ્થળોએ કરા પણ પડ્યા હતા.

આ પણ વાંચો…જરા યાદ કરો કુરબાનીઃ આજના દિવસે ભારત માતાના ત્રણ વીર સપૂતો હસતા હસતા ફાંસીએ ચડી ગયા હતા…

એર ટ્રાફિકને અસર:
બેંગલુરુમાં વરસાદ અને ખરાબ હવામાનને કારણે એર ટ્રાફિકને પણ સર પહોંચી હતી. અહેવાલ મુજબ 19 ફ્લાઇટ્સને અન્ય સ્થળોએ ડાયવર્ટ કરવામાં આવી રહી છે, જેમાંથી 10 ફ્લાઇટ્સને ચેન્નઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડાયવર્ટ કરાયેલી 19 ફ્લાઇટ્સમાંથી 11 ફ્લાઇટ્સ ઇન્ડિગોની, ચાર ફ્લાઈટ્સ એર ઇન્ડિયા એક્સપ્રેસ, બે ફ્લાઈટ્સ અકાસા અને બે ફ્લાઈટ્સ એર ઇન્ડિયાની હતી.

વીજપુરવઠો પણ ઠપ્પ:
વરસાદને કારણે શહેરના કેટલાક ભાગોમાં વીજપુરવઠો પણ ઠપ્પ થઇ ગયો હતો, જોકે થોડીવારમાં વીજપુરવઠો ફરી શરુ કરવામાં આવ્યો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ 22 અને 23 માર્ચે શહેર અને આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી હતી. એવામાં આજે પણ બેંગલુરુમાં વરસાદ વરસી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button