નેશનલ

ચાલતી સ્કૂટી પર આખલાએ માણસને ટક્કર મારી પછી…

આપણામાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે અર્થાત જેની રક્ષા ભગવાન કરે તેને કોઇ મારી ના શકે. આ ઉક્તિને સાર્થક કરતો બનાવ બેંગલૂરુમાં હાલમાં બની ગયો હતો, જેમાં એક આખલાએ બાઇકસવારને ટક્કર મારતા તે ચાલુ ટ્રકના વ્હીલ પાસે જઇને પડ્યો હતો, પણ ડ્રાઇવરની સમયસૂચકતાવાપરી તુરંત બ્રેક મારવાને કારણે તેનો ચમત્કારિક બચાવ થયો હતો અને નિશ્ચિત મનાતા મૃત્યુમાંથી તે વ્યક્તિ આબાદ ઉગરી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

https://twitter.com/HateDetectors/status/1776166073601007616

આ ઘટના બેંગલુરુના મહાલક્ષ્મી લેઆઉટ સ્વિમિંગ પૂલ જંક્શન પાસે બની હતી. બાઇક સવાર તેના કામ માટે જઇ રહ્યો હતો. તે સમયે સામેથી એક મહિલા આખલાને લઇને આવી રહી હતી. જેવો આખલો બાઇક સવાર પાસે પહોંચ્યો ત્યાં તે અચાનક ભડક્યો અને તેણે બાઇક સવારને લાત મારી દીધી હતી.

બળદની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકસવાર પણ અચાનક થયેલા હુમલાથી સામેથી આવી રહેલી ટ્રકના પૈંડા નીચે રસ્તા પર પટકાયો હતો, પણ ટ્રકના પૈડાં બાઇકસવારના માથાથી માત્ર બે ફૂટના અંતરે જ અટકી ગયા હતા અને બાઇકસવારનો આબાદ બચાવ થયો હતો. ટ્રક ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બ્રેક મારતા ટ્રક અટકી ગઇ હતી, નહીં તો બાઇકસવારના રામ રમી જ જવાના હતા.

આ વીડિયો વાયરલ થયા બાદ નેટિઝન્સ દલીલ કરી રહ્યા હતા કે બાઇકના લાલ રંગને કારણે આખલાએ માણસ પર હુમલો કર્યો હતો. જોકે, હકીકત એ છે કે આખલાઓ રંગ-અંધ હોય છે અને અમુક રંગો વચ્ચે તફાવત કરવામાં મુશ્કેલી અનુભવે છે. તમે પણ આ વીડિયો જુઓ અને તમારું આ અંગે શું માનવુ ંછે તે અમને જણાવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker