બંગાળ પોલીસ મા કાલીની મૂર્તિને જેલ વાનમાં લઈ ગઈ? ભાજપ-TMC આમને-સામને

કોલકાતા: સુંદરવન નજીક કાકદ્વીપમાં કાળી માતાની મૂર્તિની તોડફોડ બાબતે બંગાળમાં રાજકીય હોબાળો મચી ગયો છે. આ મામલે ભાજપે સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો કે રાજ્ય પોલીસ કાળી માતાની મૂર્તિ જેલ વાનમાં લઇ ગયા હતાં.
ભાજપે TMC પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રવક્તા અમિત માલવિયાએ X પર પોસ્ટ કરીને લખ્યું, “મમતા બેનર્જીની પોલીસ મા કાલીને જેલ વાનમાં લઈ ગઈ! શરમ આવવી જોઈએ, આ અપમાન છુપાવવા માટે કોઈ જગ્યા નથી.”
આપણ વાંચો: બંગાળના દુર્ગાપુર ગેંગ રેપ કેસમાં 5 આરોપીની ધરપકડ, વિપક્ષે કહ્યું, આ માત્ર દેખાડો છે!
અમિત માલવિયાએ બંગાળ સરકાર પર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું, “પોલીસે શરૂઆતમાં ગ્રામજનોને ડરાવીને મંદિરના દરવાજા બંધ કરી દીધા, પરંતુ સ્થાનિકોના વિરોધ કરતા દરવાજા ફરીથી ખોલવા પડ્યા હતાં.”
વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ X પરની એક પોસ્ટમાં કહ્યું, “ગુનેગારોને પકડવાને બદલે, કાલી મૂર્તિને જેલ વાનમાં લઈ જવામાં આવી! અને સાત હિન્દુ રક્ષકોની ધરપકડ કરવામાં આવી.”
કેન્દ્રીય શિક્ષણ રાજ્ય પ્રધાન ડૉ. સુકાંત મજુમદારે X પર લખ્યું, “કટ્ટરપંથીઓ તુષ્ટિકરણના કરવામાં આવી રહ્યું છે નિષ્ફળ મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને તેમના પક્ષના નેતાઓએ અનેક વખત સનાતન હિન્દુઓની ધાર્મિક લાગણીઓ અને શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.”